બોલીવુડના ખ્યાતનામ ગાયક અને અભિનેતા હિમેશ રેશમિયા સાળંગપુરમાં કષ્ટભંજન દેવના ચરણોમાં ઝુકાવ્યું માથું, તસવીરોએ જીત્યા દિલ, જુઓ

સાળંગપુરના હનુમાન દાદાના ચરણોમાં હિમેશ રેશમિયાએ પોતાના પરિવાર સાથે ટેકવ્યું માથું, 54 ફૂટ ઊંચી દાદાની પ્રતિમા જોઈને અભિભૂત થયો ગાયક, જુઓ તસવીરો

HImesh Reshammiya at Salangpur: સાળંગપુરમાં આવેલું ગુજરાતનું પ્રસિદ્ધ હનુમાન દાદાનું મંદિર લાખો લોકોની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. આ મંદિરમાં રોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે પણ આવતા હોય છે. સામાન્ય માણસની જેમ જ સેલેબ્રિટીઓની પણ આ મંદિરમાં આસ્થા હોય છે અને એટલે જ અવાર નવાર તે પણ આ મંદિરમાં દર્શન કરવા માટે આવતા હોય છે.

ત્યારે હાલમાં જ બોલીવુડના ખ્યાતનામ ગાયક અને અભિનેતા હિમેશ રેશમિયાએ પણ સાળંગપુર ધામમાં માથું ટેકવ્યું હતું. જેની ઘણી બધી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. હિમેશ રેશમિયા કષ્ટભંજન દેવનું મુલાકાત લેવા પોતાના પરિવાર સાથે આવી પહોંચ્યો હતો અને મંદિરમાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

હિમેશ રેશમિયા ગત રોજ સાંજે 5 વાગ્યાની આસપાસ સાળંગપુર ધામ આવી પહોંચ્યા હતા. જ્યાં તેમનું મંદીરમાં કોઠારી વિવેક સાગર સ્વામીએ હાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. સાથે જ ભેટ સ્વરૂપે હનુમાન દાદાની મૂર્તિ પણ આપી હતી. પરિવાર સાથે હિમેશે બે હાથ જોડોને દાદાના આશીર્વાદ લીધા હતા.

મંદિરમાં દર્શન કર્યા બાદ સાળંગપુરમાં હાલમાં જ સ્થાપિત કરેલી 54 ફૂટની વિશાળ હનુમાન દાદાની પ્રતિમાના દર્શન કરવા માટે પહોંચ્યા હતા. આ પ્રતિમાને જોઈને તેઓ અભિભૂત પણ થઇ ગયા હતા. આ સાથે જ હિમેશે પોતાના પરિવાર સાથે આ ભવ્ય પ્રતિમા પાસે તસવીરો પણ ક્લિક કરાવી હતી.

હિમેશ રેશમિયાની હનુમાન દાદામાં ખાસ શ્રદ્ધા છે. આ પહેલા પણ તેઓ 16 માર્ચ 2022ના રોજ દાદાના દર્શને આવ્યા હતા. હિમેશ પોતાનું કોઈપણ ધાર્યું કામ પૂર્ણ થાય ત્યારે પરિવાર સાથે દાદાના દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે બોટાદ જિલ્લામાં આવેલા સાળંગપુરના હનુમાન દાદાનું મંદિર હવે બૉલીવુડ સેલેબ્સ માટે પણ એક આસ્થાનું કેન્દ્ર બની ગયું છે.

Niraj Patel