સુરતના અડાજણ પાટીયામાં વૃધ્ધ કાપડ દલાલને મહિલાએ કહ્યું સાડી લેવી છે, ઘરે આવોને, પછી જે થયું ખરેખર

પોલીસને શરમમાં મૂકે એવી કરતૂત કરી હેડ કોન્સ્ટેબલે, પૂજા એપાર્ટમેન્ટમાં વેપારીને મહિલાએ બોલાવ્યો પછી મહિલાએ પાણીનો ગ્લાસ આપ્યો અને બાજુમાં આવીને….

ગુજરાતમાંથી અવાર નવાર હનીટ્રેપના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બને છે કે, કોઇ યુવતિઓ કે મહિલાઓ દ્વારા યુવકો કે આધેડને ફસાવી અને તેમને મળવા બોલાવી તેમના આપત્તિજનક ફોટો વીડિયો ક્લિક કરી લેવામાં આવતા હોય છે અને પછી કેસ કરવાની ધમકી આપી તેમની પાસેથી રૂપિયા ખંખેરવામાં આવતા હોય છે. ઘણીવાર આ યુવતિઓ યુવકો સાથે મળી ખેલ રચતી હોય છે અને જ્યારે કોઇ યુવક કે આધેડ તેમને મળવા બોલાવેલી જગ્યાએ આવી જાય

ત્યારે કેટલાક યુવકો જે નકલી પોલિસ બની આવે ત્યારે તેમના દ્વારા કેસ ન કરવા બદલ પીડિત પાસેથી હજારો લાખે રૂપિયા પડાવવામાં આવતા હોય છે. ત્યારે સુરતના અડાજણ પાટીયા વિસ્તારમાં રહેતા વૃધ્ધ કાપડ દલાલને સાડી ખરીદવાના બહાને ઘોડદોડ રોડના પૂજા એપાર્ટમેન્ટમાં હનીટ્રેપમાં ફસાવી ખંડણી પેટે પાંચ લાખ રૂપિયાની માગ કરવામાં આવી હતી. ત્યારે હવે આ ટોળકીનો માસ્ટર માઇન્ડ હેડ કોન્સ્ટેબલ જયેશ આહીર પોલિસના હાથે ઝડપાઇ ગયો છે.

પ્રતિકાત્મક તસવીર

અડાજણ પાટીયામાં રહેતા કાપડ દલાલને અજાણ્યા યુવાને તમારા હસ્તક બજારમાંથી સાડી ખરીદવી છે એમ કહી ઘોડદોડ રોડ સ્થિત કોટક મહિન્દ્રા બેંકની બાજુની ગલીમાં આવેલા પૂજા એપાર્ટમેન્ટમાં મળવા બોલાવ્યો અને ત્યાં એક મહિલાએ પાણીનો ગ્લાસ આપ્યો અને પછી તે તેની બાજુમાં બેસી ગઇ. ત્યારે ખાખી વર્દીધારી ત્રણ લોકો ઘસી આવ્યા અને તેઓએ કયાંથી આવો છો, આવા ધંધા કેમ કરો છો, મહિલા સાથે શું કરો છો તેવું કહી તમાચો માર્યો અને પોલીસ કેસ કરવાની ધમકી આપી.

પ્રતિકાત્મક તસવીર

અને એવુ કહ્યુ કે, જો કેસ ન કરવો હોય તો 5 લાખ રૂપિયા આપવા પડશે. આ મામલે પહેલા પોલીસે જીગ્નેશ જીયાવીયા અને દેવેન્દ્ર ઉર્ફે દેવો જોષીની ધરપકડ કરી હતી. જ્યારે ટોળકીનો માસ્ટર માઇન્ડ હેડ કોન્સ્ટેબલ જયેશ આહીર નાસતો ફરતો હતો. જેને ઉમરા પોલીસે ઝડપી પાડ્યો છે.

Shah Jina