22 રૂપિયાના આ શેરમાં રોકેટ જેવી તેજી, મુકેશ અંબાણીનો છે મોટો દાવ- ખરીદવા માટે રોકાણકારો તૂટી પડ્યા

શેરબજારમાં ઘણી એવી લિસ્ટેડ કંપનીઓ છે જેમાં મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો દાવ છે અને આવી જ એક કંપની છે હૈથવે કેબલ એન્ડ ડાટાકોમ છે, આ કંપનીમાં રિલાયન્સની મોટી હિસ્સેદારી છે. મહત્વની વાત એ છે કે હૈથવે કેબલ એન્ડ ડાટાકોમના શેરની કિંમત 25 રૂપિયાથી પણ ઓછી છે. ગત ગુરુવારના રોજ હૈથવે કેબલ એન્ડ ડાટાકોમના શેરની કિંમત હતી 22.12 અને એક દિવસ પહેલા 21.56 રૂપિયાના મુકાબલે શેરમાં 2.60%ની તેજી દર્જ કરવામાં આવી.

આ શેર ટ્રેડિંગ દરમિયાન 3 ટકા ચઢી 22.30 રૂપિયા પર પહોંચી ગયો. 6 ફેબ્રુઆરી 2024ના રોજ આ શેરની કિંમત 27.90 રૂપિયા હતી. ડિસેમ્બર તિમાહીના શેરહોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો, હેથવે કેબલ એન્ડ ડેટાકોમમાં પ્રમોટરનો હિસ્સો 75 ટકા હતો અને પબ્લિક શેરહોલ્ડિંગ 25 ટકા. કંપનીના પ્રમોટર્સમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની જીઓ કન્ટેન્ટ ડિસ્ટ્રિબ્યુશન હોલ્ડિંગ પ્રાઈવેટ લિમિટેડ, જીઓ ઈન્ટરનેટ ડિસ્ટ્રિબ્યુશન હોલ્ડિંગ પ્રાઈવેટ લિમિટેડ, જીઓ કેબલ અને બ્રોડબેન્ડ હોલ્ડિંગનો સમાવેશ થાય છે.

જીઓ કન્ટેન્ટ પાસે કંપનીના સૌથી વધારે 55,05,29,562 શેર એટલે કે 31.10 ટકા છે. ત્યાં જીઓ ઈન્ટરનેટ પાસે કંપનીના 22,06,41,491 એટલે કે 12.46 ટકા છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં હેથવે કેબલ એન્ડ ડાટાકોમનો અનઓડિટેડ નફો રૂ. 30.75 કરોડ હતો. કંપનીનો ચોખ્ખો નફો 22.35 કરોડ છે. કંપનીનો કુલ ખર્ચ રૂ. 512.36 કરોડ છે.

કંપનીની કમાણી 535 કરોડ રૂપિયા હતી. જણાવી દઈએ કે હેથવે કેબલ અને ડેટાકોમ લિમિટેડ ભારતમાં અગ્રણી કેબલ બ્રોડબેન્ડ સેવા પ્રદાતાઓમાંની એક છે. તે તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપની – હેથવે ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કેબલ ટેલિવિઝન સેવાઓ પણ પ્રદાન કરે છે.

(Disclaimer: અહીં ફક્ત શેરના પરર્ફોમન્સની જાણકારી આપવામાં આવી છે. આ રોકાણની સલાહ નથી. શેર બજારમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતાં પહેલાં એડવાઇઝર સાથે ચર્ચા કરી લો. તમને કોઇપણ પ્રકારના લાભ અથવા નુકસાન માટે GujjuRocks જવાબદાર રહેશે નહી. )

Shah Jina