હાર્દિક પંડ્યાએ શેર કર્યો પોતાના ઇન્ટરવ્યૂનો વર્ષો જૂનો વીડિયો, કહ્યું: “ક્યારેય પણ પોતાના સપનાની તાકાતને કમ ના આંકવી”

ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ આજે ક્રિકેટ જગતની અંદર આગવું નામ બનાવ્યું છે. હાર્દિકના ભારતીય ટીમ સુધી પહોંચવાના સંઘર્ષ વિશે પણ ઘણા જ લોકો પરિચિત છે. હાર્દિક અને તેના ભાઈ કૃણાલ પંડ્યાએ ખુબ જ ગરીબી જોઈ છે અને આજે તે ભારતીય ક્રિકેટનું એક મોટું નામ બની ગયા છે.

હાલમાં જ હાર્દિક દ્વારા પોતાના એક જુના ઇન્ટરવ્યૂનો વીડિયો શેર કરવામાં આવ્યો છે, આ વીડિયો વર્ષો જૂનો છે જેની અંદર હાર્દિક ખુબ જ નાનો બાળક નજર આવી રહ્યો છે અને કહી રહ્યો છે કે મારુ પણ સપનું છે કે જે રીતે ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણ વડોદરા અને ટીમ ઇન્ડિયા માટે રમી ચુક્યા છે, તેવી જ રીતે હું અને કૃણાલ વડોદરા અને ટિમ ઇન્ડિયા માટે રમીશું.”

હાર્દિકનું આ સપનું આજે પૂર્ણ થઇ ચૂક્યું છે. આ વીડિયોને શેર કરવાની સાથે હાર્દિકે લખ્યું છે, “ક્યારેય પોતાના સપનાની તાકાતને કમ ના આંકવી. બ્લેસ્ડ અને ગ્રેટફુલ, આઇપીએલ ઓપશન હંમેશા મને યાદ અપાવે છે કે અમે કેટલા આગળ છીએ.”

હાર્દિક અને કૃણાલ બંને મુંબઈ ઇન્ડિયન ફ્રેન્ચાઇઝી માટે છેલ્લા ઘણા સમયથી રમી રહ્યા છે. મુંબઈ ઇન્ડિયનને ચેમ્પિયન બનાવવામાં પણ આ બંને ભાઈઓનું ખુબ જ મોટું યોગદાન છે. હાર્દિકે 2015માં મુંબઈ ઇન્ડિયન ટીમ માટે પોતાની પહેલી મેચ રમી હતી, ત્યારબાદથી જ તે મુંબઈ ઇન્ડિયનનો ભાગ છે.

હાર્દિક અત્યાર સુધી કુલ 80 આઇપીએલ મેચ રમી ચુક્યો છે અને આ દરમિયાન તેને 29.97ની સરેરાશથી અને 159.26ના સ્ટ્રેક રેટથી 1349 રન બનાવ્યા છે અને કુલ 42 વિકેટ પણ લીધી છે. હાર્દિક બોલર અને બેટ્સમેન સિવાય એક કુશળ ફિલ્ડર પણ છે, તેને ઘણા શાનદાર કેચ પણ લીધા છે.

Niraj Patel