પોતાના પિતા સાથે રમતો જોવા મળ્યો અગત્સ્ય, તો નતાશા સાથે શાનદાર અંદાજમાં શેર કરી હાર્દિકે તસવીર

ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝમાં શાનદાર વિજય મેળવ્યા બાદ ભારતીય ટીમ હવે ટી-20ની તૈયારીઓમાં લાગી ગઈ છે. ત્યારે અમદાવાદમાં યોજાનારી 5 ટી-20 રમવા માટે ભારતીય ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા પણ પોતાની પત્ની અને દીકરા સાથે અમદાવાદમા છે. આ દરમિયાન હાર્દિક પોતાના સોશિયલ મીડિયા ઉપર પણ ઘણી તસવીરો શેર કરતો રહે છે.

હાર્દિક પોતાના દીકરા અગત્સ્ય સાથેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા ઉપર શેર કરે છે, જે ચાહકોને પણ ખુબ જ પસંદ આવે છે. તેના દ્વારા શેર કરેલી તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ જતી હોય છે.

હાલમાં જ હાર્દિકે દીકરા અગત્સ્ય સાથેની મસ્તી કરતી એક તસ્વીર ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કરી છે, જેને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ તસ્વીરોમાં જોઈ શકાય છે કે હાર્દિક અગત્સ્યને પોતાના બંને હાથથી ઊંચો કરી અને તેની સામે જોઈ હસી રહ્યો છે.

પિતા હાર્દિક પંડ્યાના બંને હાથથી ઉંચકતા જ અગત્સ્ય પણ હસતો જોવા મળી રહ્યો છે. સાથે જ હાર્દિકે કેપશનમાં લખ્યું છે, “આરામનો દિવસ સૌથી સારી કંપની સાથે.”

આ ઉપરાંત પણ હાર્દિકે પોતાની પત્ની નતાશા સાથે પણ એક રોમાન્ટિક તસ્વીર શેર કરી છે. જેમાં તે બંને પગથિયાં ઉપર ઉભેલા જોઈ શકાય છે.

આ તસ્વીરની અંદર નતાશાએ ગુલાબી રંગનો શોર્ટ ડ્રેસ અને ટોપી પહેરી છે. જયારે હાર્દિક કાળા રંગના કપડામાં નજર આવે છે. આ સાથે જ હાર્દિકે સફેદ સ્નીકર્સ અને કાળા ચશ્મા પણ પહેર્યા છે.

હાર્દિક દ્વારા શેર કરવામાં આવેલી તસ્વીરોને લાખોની સંખ્યામાં લાઈક મળી રહી છે. તો કોમેન્ટ કરીને પણ ચાહકો નતાશા અને હાર્દિકને બેસ્ટ કપલ ગણાવી રહ્યા છે.

હાર્દિક આ દરમિયાન અમદાવાદમાં છે અને ત્યાંથી પણ તે શાનદાર અંદાજમાં મસ્તીના મૂડમાં જોવા મળે છે.

Niraj Patel