ગીતા બસરા અને હરભજન સિંહે દીકરી હિનાયાનો સેલિબ્રેટ કર્યો 5મો જન્મદિવસ, જુઓ ગ્રેંડ સેલિબ્રેશનની તસવીરો

હરભજને ધૂમધામથી મનાવ્યો પરી જેવી દીકરી હિનાયાનો 5મો જન્મદિવસ, તસવીરમાં ના જોવા મળ્યો નાનો બેબી બોય

ક્રિકેટર હરભજન સિંહ અને તેમની પત્ની ગીતા બસરા બીજીવાર પેરેન્ટ્સ બની ચૂક્યા છે. હાલમાં જ ગીતાએ તેના બેબી બોયને જન્મ આપ્યો છે અને તેનું નામ જોવન વીર સિંહ પ્લાહા રાખવામાં આવ્યુ છે. એવામાં આ દિવસોમાં તેમની ખુશીઓ ડબલ થઇ ગઇ છે. તેમણે તેમની દીકરી હિનાયાનો જન્મદિવસ મનાવ્યો હતો.

હિનાયાનો 5મો જન્મદિવસ ઘણી ખુશીથી સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. હિનાયા 5 વર્ષની થઇ ચૂકી છે અને આ બર્થ ડે સેલિબ્રેશન ઘણુ ગ્રૈડ રહ્યુ હતુ. હિનાયાના જન્મદિવસની તસવીરો અને વીડિયો ગીતા બસરાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો. જેમાં હિનાયા સિંડ્રેલાથી કમ લાગી રહી ન હતી.

લેવિશ ડેકોરેશન સાથે ગીતાએ હિનાયાના જન્મદિવસને ખાસ બનાવવામાં કોઇ કસર છોડી ન હતી. હિનાયાના જન્મદિવસની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થઇ હતી. બોલિવુડના ઘણા સ્ટાર્સે પણ હિનાયાને વિશ કર્યુ હતુ. બધા જાણે છે કે, ગીતાએ હજી સુધી તેના બેબી બોયના ચહેરાની ઝલક ચાહકો સાથે શેર કરી નથી.

હિનાયાની બર્થ ડે પાર્ટીમાં તેનો નાનો ભાઇ જોવા મળ્યો ન હતો. ગીતાએ તેના બંને બાળકોની તસવીર શેર કરી હતી જેમાં હિનાયા તેના ક્યુટ ભાઇને લાડ કરતી જોવા મળી હતી. તે પ્રેમથી તેના ભાઇના માથા પર કિસ કરતી જોવા મળી હતી. લુકની વાત કરીએ તો, હિનાયા ફ્રોકમાં ઘણી પ્રેમાળ લાહી રહી હતી, ત્યાં જોવન એટલે કે તેનો ભાઇ ટોવેલમાં જોવા મળી રહ્યો હતો.

પૂર્વ અભિનેત્રી ગીતા બસરા અને તેમના પતિ ક્રિકેટર હરભજન સિંહ 10 જુલાઇના રોજ બીજીવાર પેરેન્ટ્સ બન્યા હતા. ગીતાએ બેબી બોયને જન્મ આપ્યો છે. જેનું નામ જોવન વીર સિંહ રાખવામાં આવ્યુ છે. આ પહેલા બંનેને એક દીકરી છે, જેનું નામ હિનાયા છે. હાલ તો ગીતા અને હરભજન સિંહ બંને ન્યુ બોર્ન બેબી સાથે સમય વીતાવી રહ્યા છે.

ગીતાએ થોડા સમય પહેલા દીકરો થવા પર હરભજન સિંહ અને દીકરી હિનાયાનું રિએક્શન જણાવ્યુ હતુ. આ સાથે ગીતાએ એ પણ જણાવ્યુ કે લેબર રૂમમાં હરભજન સિંહ તેમની સાથે જ હતા. અને તેઓ ત્યાં જ તેની તસવીરો પણ ક્લિક કરવા લાગ્યા હતા. ગીતાએ ઇ ટાઇમ્સ સાથે વાત કરતા જણાવ્યુ કે, હરભજન મારી સાથે લેબર રૂમમાં હતા અને તેઓ તસવીરો ક્લિક કરવામાં લાગેલા હતા. તેમને બાળક ઘણુ પસંદ છે.

ગીતાને જયારે પૂછવામાં આવ્યુ કે હરભજન દીકરો થવા પર ભાંગડા તો કરવા ન હતા લાગ્યા ને ? તો આ પર તેણે કહ્યુ કે, ના આવું તો ન હતુ પરંતુ બેબીને જોતા તેઓ સાતમા આસમાન પર હતા. ત્યારથી લઇને અત્યાર સુધી તેઓ એક્સાઇટેડ અને ખુશ છે. ગીતા બસરાએ જણાવ્યુ કે, જયારે બેબીનો જન્મ થયો તો તેઓ ખુશીથી ઉછળી પડ્યા અને તેમની ખુશીનુ કોઇ ઠેકાણુ પણ ન હતુ.

વાતચીત દરમિયાન તેમણે આગળ કહ્યુ કે, મને લાગે છે કે હરભજન ઇચ્છશે કે તેમની જેમ જ તેમનો દીકરો ક્રિકેટર બને. ભાઇને જોઇને દીકરીના રિએક્શન વિશે ગીતાએ જણાવ્યુ કે, હિનાયા તેના ભાઇને જ જોવામાં લાગી છએ. જેવી રીતે તે કોઇ રમકડું હોય પરંતુ તે સાથે તે ઘણી જવાબદાર પણ થઇ ગઇ છે.

ગીતાને જયારે પૂછવામાં આવ્યુ કે, ડાયપર કોણ બદલે છે, તો તેમણે કહ્યુ કે હરભજન. તેઓ કહે છે કે, હરભજનને હું કંઇ કહુ એ પહેલા જ તે બેબી પાસે ઊભા હોય છે. તમને જણાવી દઇએ કે, ગીતા બસરા અને હરભજન સિંહે વર્ષ 2015માં લગ્ન કર્યા હતા અને વર્ષ 2016માં તેઓ દીકરી હિનાયાના પેરેન્ટ્સ બન્યા હતા.

Shah Jina