ખુશખબરી: ટિમ ઇન્ડિયાના ભાભી બન્યા ફરી ગર્ભવતી, જુઓ બેબી બમ્પવાળી તસવીરો આવી સામે
ટીમ ઇંડિયાના મશહૂર ક્રિકેટર હરભજન સિંહ બીજીવાર પિતા બનવા જઇ રહ્યા છે. આ ખુશખબરી રવિવારના રોજ તેમની પત્ની અને અભિનેત્રી ગીતા બસરાએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીર શેર કરીને આપી હતી.
ગીતા બસરાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી. આ તસવીરોમાં ગીતાનો બેબી બંપ જોવા મળી રહ્યો હતો. ગીતા બસરાએ તસવીરો શેર કરીને લખ્યુ હતું, ‘કમિંગ સૂન…જુલાઈ 2021.’
ગીતા તથા હરભજને 2015માં 29 ઓક્ટોબરે લગ્ન કર્યા હતા. બંનેના લગ્ન જલંધરમાં યોજાયા હતા. બંનેએ પાંચ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા હતા. લગ્નના એક વર્ષ બાદ ગીતાએ લંડનમાં દીકરી હિમાયાને જન્મ આપ્યો હતો.
ગીતા બસરાએ જે તસવીરો શેર કરી છે તેમાં તે હરભજન સિંહ અને તેની દીકરી સાથે એલગ અલગ પોઝ આપતી જોવા મળી રહી છે. આ પોસ્ટ બાદ તેઓને બધા તરફથી શુભકામનાઓ મળી રહી છે.
View this post on Instagram
તમને જણાવી દઇએ કે, ગીતા બસરા ફિલ્મોથી ઘણા લાંબા સમયથી દૂર છે અને તેણે ઇમરાન હાશમીની ફિલ્મ “દિલ દિયા હે” થી કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ વર્ષ 2006માં રીલિઝ થઇ હતી.
ત્યાર બાદ તેણે “ધ ટ્રેન” “જિલા ગાઝિયાબાદ” “મિસ્ટર જો બી કાર્વલ્હો” “સેકંડ હેંડ હસબેંડ” “પંજાબી ફિલ્મ લોક”માં કામ કરી ચૂકી છે. આ ઉપરાંત રાહત ફતેહ અલી ખાનના મ્યુઝિક વીડિયો “ગુમસુમ ગુમસુમ”માં પણ જોવા મળી છે.