જો તમે પણ મેળવવા માંગો છો, હનુમાન દાદાની ખાસ કૃપા, તો બસ કરી લો આ સરળ કામ, અને પછી જુઓ ફાયદાઓ…

તમારા જીવનમાં પણ જો સંકટના વાદળ ઘેરાયેલા છે અને મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી મળતો તો મંગળવારે કરો હનુમાન દાદાનો આ ઉપાયો, ચોક્કસ થશે લાભ

Hanuman Dada Remedy on Tuesday : આ શ્રુષ્ટિ પર એક જ અજર અમર દેવતા છે અને એ છે કષ્ટભંજન દેવ હનુમાન દાદા. હનુમાન દાદા પોતાના ભક્તોની હંમેશા રક્ષા કરે છે અને ભક્તોના મુશ્કેલ સમયમાં પણ જો તે દાદાનું ફક્ત સ્મરણ કરે તો પણ તે ભક્ત માથે આવેલા તમામ સંકટને દૂર કરતા હોય છે. મંગળવાર એ હનુમાનજીની પૂજાનો દિવસ છે. આ દિવસે જ્યોતિષમાં જણાવેલા કેટલાક ઉપાયો વ્યક્તિના જીવનમાં ઘણા મોટા ફેરફારો લાવવામાં મદદરૂપ થાય છે. મંગળવારના દિવસે ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા અને પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે કેટલાક ચમત્કારી ઉપાય જણાવવામાં આવ્યા છે. આ ઉપાયો કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. ચાલો જાણીએ આ ઉપાયો વિશે.

પૂજા અને મંત્રજાપ કરો :

વૈદિક જ્યોતિષ અનુસાર, ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે, મંગળવારે નિયમિતપણે પૂજા કરો. આ દિવસે મંદિરમાં હનુમાનજીના દર્શન કરો, યોગ ધ્યાન કરો, શ્રી રામના નામનો જાપ કરો, હનુમાન ચાલીસાનો પાઠ કરો અને હનુમાનજીના મંત્રોનો જાપ કરો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હનુમાનજીને પ્રસન્ન કરવા માટે મંગળવારે સાચા મનથી હનુમાનજીની પૂર્ણ ભક્તિ સાથે પૂજા કરો અને તેમના મંત્રોનો જાપ કરો.

કપડાં અને પ્રસાદ :

તમને જણાવી દઈએ કે મંગળવારે લાલ રંગના કપડા પહેરો અને ત્યારબાદ હનુમાનજીની પૂજા કરો. આમ કરવાથી ભગવાન હનુમાનની શક્તિશાળી ઉર્જા પ્રાપ્ત થાય છે. તેમજ વ્યક્તિની અંદર તાકાત, હિંમત અને જુસ્સો આવે છે. જો તમે હનુમાનજીને પ્રસન્ન કરવા માંગો છો અને તેમના આશીર્વાદ મેળવવા માંગો છો, તો પૂજામાં પ્રસાદ તરીકે લાડુ અથવા ચણાના લોટની બરફી ચઢાવો. આ વસ્તુઓ ચઢાવવાથી હનુમાનજી ખૂબ જ ઝડપથી પ્રસન્ન થઈ જાય છે.

રામ નામનો જાપ :

ધાર્મિક માન્યતા અનુસાર, ભગવાન હનુમાનને પ્રસન્ન કરવા માટે, મંદિરમાં જાઓ અને સાચા હૃદયથી તમારી ભક્તિ વ્યક્ત કરો. તેમની પૂજા કરો. એવું માનવામાં આવે છે કે આવા ઉપાય કરવાથી હનુમાનજી બહુ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે જે લોકો યોગ અને ધ્યાન કરતી વખતે જય શ્રી રામ જય રામ જય જય રામનો જાપ કરે છે, હનુમાનજી જલ્દી પ્રસન્ન થઈ જાય છે. એટલું જ નહીં, તે વ્યક્તિને આધ્યાત્મિક શક્તિ પ્રદાન કરે છે.

Niraj Patel