ઘણા લોકોને ખબર નહીં હોય હનુમાન ચાલીસાના પાઠ કરતા પહેલા કરેલી આ ભૂલો, આ બાબતોનું રાખશો ધ્યાન તો હનુમાન દાદાની મળશે ખાસ કૃપા, જુઓ
Hanuman Chalisa Tips : આજના યુવાનોમાં રામભક્તિનું માહત્મ્ય વધ્યું છે. રામજીને પ્રસન્ન કરતા પહેલા લોકો હનુમાન દાદાની આરાધના કરતા હોય છે. કારણે હનુમાનજી રામ ભગવાનના પરમ ભક્ત છે. શનિવાર અને મંગળવારના દિવસે હનુમાન દાદાના મંદિરમાં ભક્તોનો ભારે પ્રવાહ પણ જોવા મળતો હોય છે. હનુમાન દાદાને સંકટ મોચન પણ કહેવામાં આવે છે અને તે પોતાના ભક્તોના માથે આવી રહેલા સંકટને પણ દૂર કરે છે. આ સંકટ દૂર કરવા માટે ભક્તો હનુમાન ચાલીસાના પાઠ પણ કરતા હોય છે. પરંતુ આ સમય દરમિયાન કેટલાક નિયમોને ધ્યાનમાં રાખવા પણ જરૂરી છે, જેથી તમે તેના સંપૂર્ણ પરિણામો મેળવી શકો.
આ બાબતોનું રાખો ધ્યાન :
સ્નાન વગેરે કર્યા પછી અને સ્વચ્છ વસ્ત્રો પહેરીને જ હનુમાન ચાલીસાનો પાઠ શરૂ કરવો જોઈએ. ચાલીસાનો પાઠ કરતા પહેલા રામજીનું નામ અવશ્ય લેવું. હનુમાન ચાલીસાના પાઠ કર્યા પછી હનુમાનજીની મૂર્તિને ગંગાજળથી સ્નાન કરાવો અને તેમને ચમેલીના તેલ, સિંદૂર વગેરે ચઢાવો. આ વાતનું પણ ધ્યાન રાખો કે હનુમાન ચાલીસાનો પાઠ કરતી વખતે ભૂલથી પણ તામસિક ભોજન કે દારૂનું સેવન ન કરવું જોઈએ.
આ દિવસે પાઠ કરો :
જો તમે લાલ રંગના આસન પર બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમને તેનો લાભ મળી શકે છે. આ સાથે જ મંગળવાર અને શનિવારે હનુમાન ચાલીસાનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે. તમારે સતત 40 મંગળવાર અથવા 40 શનિવાર આ કરવાનું છે.
આ લાભ મળશે :
જે રામ ભક્તો દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે છે તેમને ભગવાન હનુમાનની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. તેનાથી તેમના જીવનની સૌથી મોટી સમસ્યાઓ પણ દૂર થવા લાગે છે. આટલું જ નહીં દરરોજ તેનો પાઠ કરવાથી જન્મકુંડળીના મંગલ દોષ, રાહુ કેતુ દોષ વગેરેથી પણ છુટકારો મેળવી શકાય છે.