વાયરલ વિડીયો : જાણો કોણ છે આ છોકરી જેના એક વીડિયો ને લીધે મોટી મોટી બ્રાન્ડ પણ ટ્રોલ કરી રહી છે ? જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર રોજ ઘણા વીડિયો શેર થતા હોય છે તેમાંથી કોઈ હિટ થઇ જાય છે તો કોઈ વીડિયો ફ્લોપ જાય છે. લોકો આવા વીડિયોને પોતાનું એન્ટરટેઇમેન્ટનું સાધન બનાવી દીધું છે. આવો જ એક વીડિયો હાલના સમયમાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે, અને આ વીડિયો ઉપર ઘણા મીમ બની રહ્યા છે.

આ વીડિયો એક છોકરી દાનાનીરે પોતાના સોશ્યિલ મીડિયા એકાઉન્ટમાં શેર કર્યો છે. આ વીડિયોમાં દાનાનીર ગાડી આગળ તેના કેટલાક મિત્રો સાથે ઉભી છે અને કહે છે કે ‘આ અમારી ગાડી છે, આ અમે છીએ, આ અમારી પાવરી થઇ રહી છે.’ દાનાનીર પાર્ટી બોલવા જતી હતી પરંતુ વેસ્ટર્નમાં બોલવાને કારણે પાવરી સંભળાય છે.

 

View this post on Instagram

 

A post shared by Dananeer | 🇵🇰 (@dananeerr)

સોશ્યિલ મીડિયા પર આ લાઈન ખુબ જ વાયરલ થઇ રહી છે. તેણે 6 ફેબ્રુઆરીએ આ વીડિયો  ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો.

ભારતીય સંગીત પ્રોડ્યુસર યશરાજ મુખાતેએ દાનાનીરના આ વીડિયો પર રમુજી અંદાજમાં મેશઅપ વીડિયો બનાવ્યો છે. આ વીડિયો પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જણાવી દઈએ કે યશરાજ મુખાતે આવે મેશઅપ વીડિયો બનાવવામાં ખુબ જ ફેમસ છે.

તેને આ વીડિયો અપલોડ કરતા લખ્યું હતું કે, ‘કેમ કે જે પાર્ટી કરવામાં એ મજા નથી તે મજા પાવરી કરવામાં છે,’

 

View this post on Instagram

 

A post shared by Yashraj Mukhate (@yashrajmukhate)

દાનાનીર અને યશરાજ મુખાતે બંનેના વીડિયો પર લાખો વ્યૂઝ આવ્યા છે. આ વિડીયો પર ભારત અને પાકિસ્તાનમાં પણ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આવી રહી છે. દાનાનીર (જીના), 19 વર્ષની છે જે પાકિસ્તાનના પેશાવરમાં રહે છે. તે સુંદરતા, ફેશન અને મેકઅપની સામગ્રી બનાવે છે અને માનસિક સ્વાસ્થ્યના મુદ્દાઓ વિશે પણ વાત કરે છે. તેણી રસોઇ કરવાનું પસંદ કરે છે અને ફૂડ વિશે પણ બ્લોગ્સ લખે છે. એટલું જ નહીં, પરંતુ તે પેઇન્ટિંગ અને ગાવાનું પણ પસંદ કરે છે અને તેના વીડિયોમાં તે ગાતા જોઇ શકાય છે.

Patel Meet