ડાકણ બની સાવકી માતા, 18 લાખ રૂપિયાની ફિક્સ ડિપોઝીટની લાલચે ફૂલ જેવા 10 વર્ષના દીકરાને ઝેર આપી અને જીવ લઇ લીધો

આજકાલ સંબંધોને શર્મસાર કરતી ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે, આજે સમાજમાં એવા ઉદાહરણો પણ જોવા મળે છે કે ભાઈ ભાઈનો નથી થતો, કે દીકરો બાપ અને માતા પિતાનો નથી થતો, ત્યારે આવા સમયમાં સાવકી માતાનું તો કહેવું જ શું ? આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે જેમાં રૂપિયાની લાલચે એક સાવકી માતાએ દીકરાને ઝેર પીવડાવ્યું.

આ મામલો સામે આવ્યો છે મધ્યપ્રદેશના ગ્વાલિયરમાંથી. જ્યાંના બડાગાંવ ખુરેરીમાં એક મહિના પહેલા ઝેરના કારણે થયેલા 10 વર્ષના માસુમ બાળકના મોતનો કોયડો પોલીસે ઉકેલી લીધો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે માસુમ બાળકને તેની સાવકી માતાએ જ ખાવામાં ઝેર આપ્યું હતું. જેના બાદ બાળકની હાલત ખરાબ થઈ અને તેને હોસ્પિટલમાં તડપીને દમ તોડી દીધો હતો.

આ હત્યાને એક અકસ્માતનું રૂપ આપવામાં આવ્યું હતું, પરંતુ ડોક્ટરના રિપોર્ટ અનુસાર અને પોલીસની સાચી દિશામાં થયેલી તપાસના કારણે આખો મામલો ખુલી ગયો હતો. પોલીસને બાળકની પોસ્ટમોર્ટમ રિપોર્ટ મળ્યા બાદ સાવકી માતાએ પોલીસ સામે બાળકને ઝેર આપ્યાની કબૂલાત કરી લીધી હતી. પોલીસે ઝેરની કોથળી પણ મેળવી લીધી છે.પોલીસના જણાવ્યા અનુસાર રજુ મિર્ઘાના 10 વર્ષના દીકરા નીતિન મિર્ઘાને 24 ઓગસ્ટના રોજ જમ્યા બાદ અચાનક તબિયત બગડી હતી. તે વારંવાર ઉલ્ટી કરી રહ્યો હતો. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. જ્યાં સારવાર દરમિયાન જ તેને તડપીને દમ તોડી દીધો. ડોકટરે બાળકના શરીરમાં ગાઢ ઝેર હોવાનું પુષ્ટિ કરી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

જયારે પોલીસે બાળકના મોત ઉપર તપાસ કરી અને પરિવારજનો સાથે પુછપરછ કરી ત્યારે નિવેદનમાં સામે આવ્યું કે  મૃતક નીતિનને તેની પહેલી માતાના મોત બાદ ફિક્સ ડિપોઝીટના 18 લાખ રૂપિયા મળ્યા હતા.  તેના પિતાએ નીતિનના નામથી જ એફડી કરી દીધી હતી. નીતિનની સાવકી માતા જુલી તેમાંથી થોડા પૈસા માંગી રહી હતી પરંતુ પતિએ આપવાની ના પાડી દીધી.

(પ્રતીકાત્મક તસવીર)

જેના બાદ જુલીએ નીતિનને મારવાનું કાવતરું ગઢી નાખ્યું. જુલીએ આશંકા વ્યક્ત કરી હતી કે નીતિને ખાવામાં કંઈક ઝેરીલો પદાર્થ ખાઈ લીધો છે. પરંતુ ડોક્ટરનું કહેવું છે કે આ એવું ઝેર નહોતું જે સામાન્ય રીતે ખાવામાં આવ્યું હોય. આ બહુ જ ગાઢ ઝેર હતું. જેના બાદ પોલીસે શબને દેખરેખમાં રાખીને પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોલીસે તપાસ આરંભી ત્યારે શંકાની સોય જુલી તરફ વળી હતી.

(પ્રતીકાત્મક તસવીર)

પોલીસના જણાવ્યા અનુસાર 18 લાખ રૂપિયામાંથી એક રૂપિયો પણ ના મળવાના કારણે તેને સાવકા દીકરા ઉપર ગુસ્સો હતો. ઘટના વાળા દિવસે જ તેને પ્રેમથી નીતિનને ખાવાનું ખવડાવ્યું, અને તેમાં ઝેર ભેળવી દીધું. તેની યોજના નીતિનની મોતને એક દુર્ઘટનામાં ખપાવી દેવાની હતી. જયારે પોલીસે સાવકી માતાને પોલીસ સ્ટેશન લાવીને કડકાઈથી પુછપરછ કરી ત્યારે તેને પોતાનો ગુન્હો કબૂલી લીધો હતો.

Niraj Patel