નશામાં ધુત્ત મોડલે રસ્તા વચ્ચે જ મચાવ્યો તમાશો, આર્મીની જીપની કરી આવી હાલત, વીડિયો જોઈને તમારું લોહી પણ ઉકળી ઉઠશે

આ યુવતીએ આર્મીની જીપ સાથે જે કર્યું એ જોઈને મગજનો ખૂટો છટકી જશે, ખરેખર દેશમાં શું ચાલી રહ્યું છે?

નશો માણસનું ભાન ભુલાવી દે છે. નશાની અંદર ધુત્ત થયેલા લોકો કેવા કેવા હોબાળા મચાવે છે તે પણ આપણે જોયું હશે, આવા લોકોના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે.

હાલ એવી જ એક મોડેલ યુવતીનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જે નશામાં ધુત્ત થઈને રસ્તા ઉપર હોબાળો મચાવે છે અને સાથે સાથે આર્મીની જીપને પણ નુકશાન પહોંચાડતી જોવા મળી રહી છે. (તમામ તસવીરો/સો.મીડિયા વાયરલ વીડિયો સ્ક્રીનશોટ પરથી)

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયો મધ્ય પ્રદેશના ગ્વાલિયર શહેરનો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જે નશામાં ધુત્ત રસ્તા ઉપર હોબાળો મચાવી રહી છે. આ યુવતીને દિલ્હીની મોડલ જણાવામાં આવી રહી છે. આ યુવતી રસ્તા ઉપર આવવા જવા વાળાને ઉભા રાખે છે. જોત જોતામાં જ આસપાસ ભીડ જમા થઇ જાય છે.

આ દરમિયાન જ ત્યાં સેનાએની જીપ્સી પણ આવી જાય છે, તેમને પણ આ યુવતી રોકી લે છે અને ઝઘડો કરવા લાગી જાય છે. થોડી જ વારમાં તે જીપ્સીમાં પણ લાત મારવા લાગે છે, જેનાથી જીપ્સીની હેડલાઇટ પણ તૂટી જાય છે. જયારે જીપ્સીમાંથી જવાન ઉતરીને આવે છે ત્યારે તેને પણ ધક્કો મારી દે છે.

આ આખું નાટક પડાવ પોલીસ સ્ટેશન પાસે ચાલી રહ્યું હોય છે. પોલીસ સ્ટેશનમાં કોઈ મહિલા પોલીસ ના હોવાના કારણે તે યુવતીને પકડવામાં નથી આવી રહી. આ ઘટના ઘટી રહી હતી ત્યારે લોકો પણ વીડિયો બનાવવામાં લાગી ગયા અને આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ ગયા.

થોડીવારમાં જ મહિલા પોલીસ આવી જતા તે યુવતીને હિરાસતમાં લેવામાં આવી હતી. આ યુવતીનું મેડિકલ પણ કરવામાં આવ્યું. જેમાં તે નશામાં હોવાનું પણ સામે આવ્યું હતું. તેને બચાવવા માટે બે મહિલાઓ પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી. આ ત્રણેય દિલ્હીથી આવી હતી.  જો કે હજુ સુધી એ વાતનો ખુલાસો નથી થયો કે આ ત્રણેય મહિલાઓ દિલ્હીથી ગ્વાલિયર શું કામ આવી હતી.


વીડિયોમાં તમાસો કરતા દેખાઈ રહેલી યુવતી બ્લેક રંગનું સ્કર્ટ અને સફેદ રંગનું ટોપ પહેર્યું હતું. તેની ઉંમર 22-23 વર્ષની લાગી રહી છે. તે આસપાસની હોટલમાંથી નીકળીને જ લથડિયાં ખાતા ખાતા રસ્તા ઉપર ચાલી રહી હતી. પોલીસનું કહેવું છે કે યુવતીને પકડી લેવામાં આવી હતી. તેની તપાસ પણ કરવામાં આવી રહી છે કે તેને આટલો હોબાળો શું કામ કર્યો અને દિલ્હીથી ગ્વાલિયર ક્યાં કામ માટે આવી હતી.

Niraj Patel