Guru Vakri 2025: 12 વર્ષ બાદ ગુરુ કરશે કર્ક રાશિમાં વક્રી ગતિ, 3 રાશિના જાતકોને મળશે અચાનક ધનલાભ, કારકિર્દીમાં થશે પ્રગતિ અને કુટુંબમાં આવશે સુખ-શાંતિ

વૈદિક પંચાંગ અનુસાર ગ્રહો નિશ્ચિત અંતરાલે વક્રી અને માર્ગી બને છે, જેનો પ્રભાવ વ્યક્તિગત જીવનથી લઈને સમગ્ર જગત સુધી પડે છે. નવેમ્બર 2025માં દેવગુરૂ બૃહસ્પતિ 12 વર્ષ બાદ કર્ક રાશિમાં વક્રી થવા જઈ રહ્યા છે. ગુરુનો આ ફેરફાર કેટલીક રાશિઓ માટે ખાસ અનુકૂળ રહેશે. આ સમયગાળા દરમિયાન તેમને ધન, પ્રગતિ અને નવા અવસર પ્રાપ્ત થઈ શકે છે. આવો જાણીએ કઈ 3 રાશિઓ છે લકી યાદીમાં –

કન્યા રાશિ
કન્યા જાતકો માટે ગુરુની વક્રી ગતિ ઉત્તમ સાબિત થઈ શકે છે. કારણ કે ગુરુ 11મા ભાવમાં વક્રી રહેશે, જેના કારણે આવકમાં વધારો થશે. નવા સ્ત્રોતો દ્વારા ધનપ્રાપ્તિ થશે અને તમે પૈસા બચાવવામાં પણ સફળ થશો. બિઝનેસમાં મલ્ટિપલ ગેઈન થઈ શકે છે. તમારી યોજનાઓ સફળ થશે અને સમાજમાં પ્રતિષ્ઠા વધશે. વરિષ્ઠ અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે, જેના કારણે કારકિર્દી મજબૂત બનશે.

મકર રાશિ
મકર રાશિના લોકો માટે ગુરુનો ગોચર સાતમા ભાવમાં થતો હોવાથી લગ્નજીવન સુખમય બનશે. પરિણીત લોકોને જીવનસાથીની પ્રગતિથી આનંદ મળશે. અવિવાહિતોને લગ્ન પ્રસ્તાવ મળી શકે છે. બિઝનેસમાં નવા કોન્ટ્રાક્ટ અને મોટો નફો થશે. આ સમયગાળા દરમિયાન બૌદ્ધિક ક્ષમતામાં વધારો થશે, જે તમને પ્રોફેશનમાં આગળ લઈ જશે. પરિવારિક જીવનમાં સુખ-શાંતિ રહેશે અને મિત્રો સાથેનો સંબંધ પણ મજબૂત બનશે.

મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે ગુરુનો આ ગોચર અત્યંત શુભ સાબિત થઈ શકે છે. ગુરુ ધન અને વાણી સ્થાનમાં વક્રી રહેશે, જેના કારણે અચાનક નાણાકીય લાભ મળી શકે છે. તમારી વાણીમાં મધુરતા વધશે, લોકો પ્રભાવિત થશે. વેપારી વર્ગ આર્થિક રીતે સમૃદ્ધ બનશે. નોકરી કરતા લોકોને પ્રમોશન અને નવી જવાબદારીઓ મળશે. બેરોજગાર લોકોને રોજગારના નવા અવસર પ્રાપ્ત થશે. પિતા સાથેના સંબંધો મજબૂત બનશે અને સામાજિક પ્રતિષ્ઠા વધશે.

નવેમ્બર 2025માં ગુરુની ઉલટી ચાલ કન્યા, મકર અને મિથુન રાશિના જાતકો માટે વિશેષ લાભદાયી બનશે. આ સમયગાળા દરમિયાન ધનપ્રાપ્તિ, કારકિર્દીમાં પ્રગતિ અને સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થવાની પૂરી શક્યતા રહેશે.

kalpesh
error: Unable To Copy Protected Content!