ઓસ્ટ્રેલિયાની અંદર લાખો રૂપિયા ખર્ચીને ડોલર કમાવવા જતા લોકોએ ઓસ્ટ્રલિયામાં રહેતા આ ગુજરાતીઓની આપવીતી જોવી જોઈએ, વીડિયો વાયરલ

આપણા દેશની અંદર ઘણા લોકો એવા છે જે વિદેશ જવાનો મોહ રાખે છે. એમનું માનવું છે કે વિદેશની અંદર સારી કમાણી થાય છે અને ડોલરમાં રૂપિયા મળે છે. ઘણા લોકો વિદેશ જતા હોય છે અને ભારત જયારે તેઓ પાછા આવે ત્યારે પોતાનું સ્ટેટ્સ પણ બતાવતા હોય છે, પરંતુ શું ખરેખર વિદેશોમાં તમને સારી નોકરી અને સારા પગાર મળી જાય છે ?

ત્યારે હાલમાં એક વીડિયો ઓસ્ટ્રલિયામાંથી સામે આવ્યો છે. જેમાં કેટલાક ગુજરાતીઓ ઓસ્ટ્રેલિયામાં મજૂરી કરતા જોવા મળી રહ્યા છે. આ ગુજરાતીઓ બદામ વીણતાં જોઈ શકાય છે અને વીડિયોની અંદર પોતાની આપવીતી પણ જણાવી રહ્યા છે અને સાથે એમ પણ સમજાવી રહ્યા છે કે વિદેશ ના અવાય.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર દેખાઈ રહેલા ગુજરાતીઓ ગુજરાતના મહેસાણા અને માણસા પંથકના હોવાનું જાણવા મળી રહ્યું છે .તે વીડિયોની અંદર પોતાના ગામનું નામ કહે છે અને સાથે એમ પણ કહે છે કે ગુજરાતમાં રહીને સંડાસ સાફ કરજો પરંતુ ઓસ્ટ્રેલિયા આવશો તો ભૂરિયાઓ કાળી મજૂરી કરાવશે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ સાવરણાથી બદામ વીણી રહ્યો છે અને તેમની આસપાસ બીજા ગુજરાતીઓ પણ છે. તે પણ મજૂરી કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં એમ પણ કહેતા સંભળાઈ રહ્યા છે કે 35 લાખ રૂપિયા ખર્ચીને વિદેશ ના અવાય, એના કરતા ગામડે સંડાસ સાફ કરાય.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

વીડિયોની અંદર ગુજરાતના અલગ અલગ ગામના લોકો એક સ્થળ ઉપર મજૂરી કરતા પણ જોઈ શકાય છે. ત્યાં એક ડોગ પણ વીડિયોમાં જોવા મળી રહ્યું છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને વીડિયોને જોઈને લોકો પોતાના પ્રતિભાવ પણ આપી રહ્યા છે. તો વિદેશમાં રહેતા લોકો પણ કોમેન્ટ કરીને પોતાની વ્યથા જણાવી રહ્યા છે.

Niraj Patel