આ ગુજરાતી દીકરીએ આખું સોશિયલ મીડિયા કર્યું ગાંડુ, શિક્ષિકાને એવું ઝગડી એવું ઝઘડી કે ફન્ની વીડિયો જોઈ હેરાન રહી જશો

સોશિયલ મીડિયાની અંદર આજકાલ ઘણા એવા વીડિયો વાયરલ થતા હોય છે, ઘન વીડિયો આપણને હેરાન કરી દેનારા હોય છે તો ઘણા વીડિયો આપણને પેટ પકડીને હસાવતા પણ હોય છે. વાયરલ થતા વીડિયોની અંદર બાળકોના વીડિયો લોકોને ખુબ જ પસંદ આવે છે ત્યારે હાલ એક બાળકીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર કોઈ બાબતને લઈને એક વિધાર્થીની શિક્ષિકા સાથે ઝઘડતી જોવા મળી રહી છે. ત્યારે શિક્ષિકા તેને ખુબ જ પ્રેમથી સમજાવતા પણ જોવા મળે છે, જે છતાં પણ એ બાળકી શિક્ષિકા ઉપર જોર જોરથી ગુસ્સે થતી જોવા મળી રહી છે.

વીડિયોની અંદર બંનેની વાતો સાંભળીને સમજાય છે કે શિક્ષિકાએ તેને સ્કૂલની બહાર ઓટલે બેસી અને ખાવા ના દીધું જેના કારણે તે ગુસ્સે ભરાઈ હતી. શિક્ષિકાએ તેને પહેલા ભણવાનું અને પછી ખાવાનું ખુબ જ શાંતિથી સમજાવ્યું તે છતાં પણ તે બાળકી સમજતી નથી અને જોર જોરથી શિક્ષિકા ઉપર બૂમો પાડી અને રડતા રડતા પોતાનો ગુસ્સો ઠાલવી રહી છે. અને શિક્ષિકાને ટાંટિયા ભાગી નાખવાની પણ ધમકી આપે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ઘણા લોકો આ વીડિયોને જોઈને કોમેન્ટ પણ કરી રહ્યા છે. ઘન યુઝર્સનું કહેવું છે કે આ રીતે શિક્ષિકા ઉપર ગુસ્સો ના કરાય, તો ઘણા યુઝર્સ કહે છે કે શિક્ષિકા કેટલા સારા છે તે કેટલું પ્રેમથી તેને સમજાવી રહ્યા છે. તો ઘણા યુઝર્સ એમ પણ જણાવી રહ્યા છે કે આ શિક્ષિકા ફક્ત વીડિયો બનાવવા માટે જ પ્રેમથી વાત કરે છે. ઘણા યુઝર્સ કોમેન્ટ કરીને એમ પણ જણાવી રહ્યા છે કે લોકડાઉન પછી સ્કૂલોની હાલત આવી જ જોવા મળી રહી છે.

Niraj Patel