યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિધાર્થીઓની ખુબ જ દયનિય સ્થિતિ, વીડિયો શેર કરીને ભારત સરકાર પાસે લગાવી મદદ માટે પોકાર, જુઓ

હાલ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થઇ ગયું છે અને આ દરમિયાન યુક્રેનની અંદર ઘણા બધા ભારતીય મૂળના પણ વિધાર્થીઓ ફસાઈ ગયા છે, આ વિધાર્થીઓમાં કેટલાક વિધાર્થીઓ ગુજરાતના પણ છે અને રશિયાના યુક્રેન ઉપર  હુમલા બાદ આ વિધાર્થીઓએ પણ વીડિયો શેર કરીને પોતાની આપવીતી જણાવી છે.

યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓમાં રાજકોટ, વડોદરા, ગોંડલ અને ગુજરાતના અન્ય શહેરોના વિધાર્થીઓ છે. હાલ યુક્રેનમાં ભારતીય એમ્બેસીની એમ્બેસીની બહાર પણ લાંબી લાઈન લાગી ચેહ તો બીજી તરફ યુક્રેનમાં સામાન ખરીદવા માટે પણ પડાપડી થઇ રહી છે. ત્યારે યુક્રેનમાં રહેલા ગુજરાતી વિધાર્થીઓ પણ પોતાની આપવીતી જણાવી રહ્યા છે.

થોડા સમય પહેલા જ યુક્રેનમાં રહેતા એક વિધાર્થી હર્ષ સોનીએ એક વીડિયો શેર કરીને પોતાની આપવીતી જણાવી હતી. હર્ષ વીડિયોમાં જણાવી રહ્યો છે કે, “અમે અહીંયા યુક્રેનની અંદર મેડિકલના ફાઇનલ યરમાં ભણીએ છીએ.અચાનક જ રશિયા અને યુક્રેનના વોરની સિચ્યુએશન ખુબ જ રિસ્કી લેવલે જતી રહી છે અને તેના લીધે જ અહીંયા જેટલા પણ વિધાર્થીઓ અમારી જેમ ભણે છે તે બધા જ ગભરાઈ ગયા છીએ. અને પરિસ્થિતિ ખુબ જ ખરાબ થઇ ગઈ છે.”

હર્ષ આગળ જણાવી રહ્યો છે કે, “બધાની પાસે ફલાઇટની ટિકિટ હોવા છતાં પણ બધાની ફલાઇટ કેન્સલ થઇ ગઈ છે.અને કોઈપણ બીજી ફલાઇટનું ઓપશન પણ અવેલીબલ નથી. અમારી ભારત સરકારને વિનંતી છે કે બને એટલું જલ્દી અમારા માટે કઈ વિચારે અને અમારા માટે મદદરૂપ થાય. અમને ભારત સરકાર ઉપર વિશ્વાસ છે કે તે કોઈ અમારા માટે પગલાં ભરશે.અને અમને જલ્દી તકે ઘરે પહોંચાડશે. ” વીડિયોમાં હર્ષ સાથે બે અન્ય વિદ્યાર્થીનીઓ પણ જોવા મળી રહી છે.

તસ્વીર સૌજન્ય: દિવ્યભાસ્કર

હર્ષ સોનીએ દિવ્યભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે, સવારના 3.30થી 4 વાગ્યાથી પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. હજી સુધી મારી આંખે યુદ્ધના દૃશ્યો જોયા નથી. પણ સવારે સાડા ત્રણ વાગે બહુ જ ધડાકાના સંભળાયા હતા. હાલ તકલીફમાં એટલું જ છે કે બને તેટલું જલ્દી અહીંથી અમારૂ સ્થળાંતર થાય. અમે ફ્લાઈટ કરાવી હતી અને આજની જ હતી પણ યુદ્ધના કારણે તે બંધ કરાવી છે. અમારા અડધા વિસ્તારમાં લાઈટ છે અને અડધામાં નથી. હાલ અમે રહીએ છીએ ત્યાંથી 380 કિમી દૂર યુદ્ધ ચાલી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ ઉપરાંત ગોંડલની બે દીકરીઓ એ નુકરેનમાં ફસાઈ છે જે ભારત પરત ના ફરતા તેમના પરિવારજનો પણ ચિંતાતુર બન્યો છે. આ બન્ને દીકરીઓના નામ બંસી રામાણી અને દેવાંશી દાફડા છે. જે છેલ્લા બે વર્ષથી બુકોવેનિયા ખાતે આવેલ યુનિવર્સિટીમાં એમબીબીએસના અભ્યાસ કરી રહી છે.

Niraj Patel