ખબર

ગુજરાતમાં આટલા દિવસ બાદ આવી શકે છે ઠંડીનો ચમકારો, ઠંડીથી બચવા માટેની તૈયારીઓ કરી લેજો

મિત્રો થઇ જાવ તૈયાર! આ દિવસે આવશે ઠંડીનો ચમકારો

શિયાળાની શરૂઆત થઇ ગઈ છે. ત્યારે ગુજરાતમાં પણ ઘણા વિસ્તારોમાં ઠંડી આવેલી જોવા પણ મળી, પરંતુ દિવાળીના સમયમાં છેલ્લા 4 દિવસથી ઠંડી જાણે પાછી ફરી ગઈ હોય તેમ લાગ્યું, પરંતુ ગુજરાતમાં ફરી પાછો ઠંડીનો જબરદસ્ત ચમકારો આવવાનો છે.

Image Source

ગુજરાતની અંદર ડિસેમ્બરથી લઈને જાન્યુઆરી સુધી ઠંડીનો પુષ્કળ ચમકારો જોવા મળી શકે છે. તેમજ આવનારા 4-5 દિવસમાં જ વાતાવરણમાં ઠંડી જોવા મળશે એવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે.

Image Source

શિયાળાની ગુલાબી ઠંડીની અંદર સવારે વ્યાયામ કરતા લોકો માટે પણ આ ઠંડીની મોસમ ઘણી જ સારી રહેવાની છે. સાઈકલિંગ કરતા લોકો માટે પણ આ ઠંડીનો અનુભવ વધારે સુખદ બનશે.

Image Source

નોંધનીય છે કે કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી, યમુનોત્રી, હરસિલ અને ઔલી સહિત મોટાભાગના ઉંચાણવાળા વિસ્તારમાં રવિવારે રાત્રે બરફવર્ષા થઇ હતી. સોમવારે સવાર સુધી બરફની જાડી ચાદર જામી ગઈ હતી. જેના લીધે પણ ઠંડી આવનારા થોડા જ દિવસમાં તેની અસર બતાવશે.