અમદાવાદમાં ધૂમ ધડાકા સાથે શરૂ થયો ગુજરાત ટાઇટન્સનો રોડ શો, ચાહકોનું ઉમટ્યું ઘોડાપુર, બસ ઉપર ઉભા રહીને ચાહકોને આપી ટી-શર્ટ, જુઓ વીડિયો

IPL 2022ની વિજેતા ગુજરાત ટાઇટન્સ બની ગઈ છે અને આ જીતની ઉજવણી ગઈકાલે ,મેદાન અને હોટલ ઉપર  જોવા મળી હતી, જેના બાદ આજે અમદાવાદમાં ગુજરાત ટાઇટન્સની આ જીતનો રોડ શો પણ યોજવામાં આવી રહ્યો છે. સમગ્ર ટીમનો આજે સાંજે 5.30 વાગ્યે ઉસ્માનપુરા રિવરફ્રન્ટથી વિશ્વકુંજ રિવરફ્રન્ટ સુધી ભવ્ય રોડ શો યોજાવવા જઈ રહ્યો છે જેની શરૂઆત પણ થઇ ગઈ છે.

આ રોડ શોમાં ગુજરાત ટાઈટન્સના તમામ મેમ્બરો જોડાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી રોડ શોને ફ્લેગ ઓફ કરાવશે. રોડ શોને પગલે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે. આ રોડ શોને લઈને અમદાવાદીઓ પણ ખુબ જ ઉત્સાહિત છે.

ગુજરાત ટાઇટન્સનો આ રોડ શો ખાસ બસમાં તૈયાર કરવામાં આવી છે, આ બસ ઉપર ગુજરાત ટાઇટન્સ અને આવવા દે લખવામાં આવ્યું છે. આ બસની ઉપર ગુજરાત ટાઇટન્સના તમામ ખેલાડીઓ બેઠેલા છે, તો રસ્તા ઉપર દર્શકોનું ઘોડાપુર પણ ઉમટેલું જોવા મળી રહ્યું છે.

બસની ઉપર બેઠેલા ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓ ચાહકો માટે ટી-શર્ટ અને કેપ પણ આપી રહ્યા છે. વિદેશી ખેલાડીઓ પણ ચાહકોનું અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે. હાર્દિક પંડ્યાનો પણ આ રોડ શોમાં એક અનોખો અંદાજ જોવા મળી રહ્યો છે.

ખેલાડીઓ હાથમાં જીતની ટ્રોફી લઈને બસ ઉપર ઉભેલા છે અને ચાહકોનું અભિવાદન કરી રહ્યા છે, આ રોડ શો જોવા માટે આવેલા ચાહકો પણ નીચે ઉભા રહી અને આવવા દે.. આવવા દે,, ની બૂમો પડી રહ્યા છે તો હાર્દિક પણ બસ ઉપર બેસીને આવવા દે આવવા દેની બૂમો પાડી રહ્યો છે.

આ રોડ શો જોવા માટે આવેલા ચાહકો જ્યાં પણ જગ્યા મળી ત્યાં ઉભા રહી ગયા છે, લોકો બ્રિજ ઉપર, રસ્તાની બાજુમાં વાહનો ઉપર પણ ઉભા રહી ગયા છે, અને ખેલાડીઓને આ રીતે લાઈવ જોવાનો લ્હાવો લૂંટી રહ્યા છે. આખી ગુજરાત ટાઇટન્સની ટીમને પણ ખુબ જ મજા આવી રહી છે.

આ રોડ શો પહેલા ગુજરાતની આખી ટીમ જીતની ટ્રોફી સાથે સીએમ ઓફિસ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને મળવા માટે પહોંચી હતી, જ્યાં સીએમ દ્વારા તમામ ખેલાડીઓનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા અને ત્યાં પણ એક અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ કાર્યક્રમનું સંચાલન ધ્વનિત ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું, સાથે જ ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી સાથે સાથે હાર્દિક પંડયાએ પણ ગુજરાતીમાં વાતો કરી હતી, જેનો વીડિયો પણ સીએમ દ્વારા તેમના ટ્વીટર હેન્ડલ ઉપર પોસ્ટ કરવામાં આવ્યો છે. CM ભુપેન્દ્ર પટેલે ગુજરાત ટાઈટન્સના ખેલાડી સાથે વાતચીત કરતા કહ્યું કે મેં અત્યારસુધી બેટિંગ જ કરી છે. ક્યારેય પણ ફિલ્ડિંગ ભરવાની જરૂર પડી નથી.

સીએમ ભુપેન્દ્ર પટેલે તમામ ખેલાડીઓનું સાલ ઓઢાઢીને અભિવાદન પણ કર્યું હતું. આ કાર્યક્રમમાં શુભમન ગિલે કહ્યું કે મને ગુજરાતીઓ ઘણા પસંદ છે. મને થેપલા અને ખીચડી બઉ ભાવે છે. તો રાશિદ ખાને કહ્યું, “ગુજરાતનો ક્રાઉડ સપોર્ટ મને ઘણો ગમ્યો, ફાઈનલ મેચમાં જે પ્રમાણે અમને અમદાવાદમાં લોકો ચિયર કરતા હતા એ જોઈને હું ઘણો ઉત્સાહિત થઈ ગયો હતો.”

 

View this post on Instagram

 

A post shared by Deeceepaps (@deeceepaps)

સીએમ ભુપેન્દ્ર પટેલે તમામ ખેલાડીઓનું પાટણનું પટોળું ઓઢાડીને અભિવાદન કર્યું હતું. આ કાર્યક્રમમાં શુભમન ગિલે કહ્યું કે મને ગુજરાતીઓ ઘણા પસંદ છે. મને થેપલા અને ખીચડી બઉ ભાવે છે. તો રાશિદ ખાને કહ્યું, “ગુજરાતનો ક્રાઉડ સપોર્ટ મને ઘણો ગમ્યો, ફાઈનલ મેચમાં જે પ્રમાણે અમને અમદાવાદમાં લોકો ચિયર કરતા હતા એ જોઈને હું ઘણો ઉત્સાહિત થઈ ગયો હતો.” ગુજરાત ટાઇટન્સની ટીમ સાથેની મુલાકાત દરમિયાન ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓની સાઈન વાળું બેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ભેટમાં આપવામાં આવ્યું હતું. ગુજરાત ટાઇટન્સ દ્વારા આપવામાં આવેલા આ બેટની હરાજી કરવામાં આવશે અને તેમાંથી જે પણ રકમ મળશે તે રકમને ગુજરાતમાં કન્યા કેળવણી માટે વાપરવામાં આવશે.

Niraj Patel