કન્યાના ગળામાં વરમાળા નાખવાની સાથે જ વરરાજા કરવા લાગ્યો એવી હરકત કે લગ્નમાં આવેલા મહેમાનો પણ હેરાન રહી ગયા, જુઓ વીડિયો

ભારતમાં હાલ લગ્નની સિઝન ચાલી રહી છે. દેશના ખૂણે ખૂણે લગ્નો ધામધૂમથી થઈ રહ્યા છે. આ દરમિયાન લગ્ન સાથે જોડાયેલા વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. લગ્નના વીડિયોમાં વર-કન્યા સાથે જોડાયેલા વીડિયો લોકોને સૌથી વધુ પસંદ આવે છે. ઘણીવાર લગ્નની અંદરથી વરરાજા અને કન્યાની એવી હરકતો સામે આવે છે કે તે સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ જાય છે. (તમામ તસવીરો : વીડિયો પરથી લીધેલ)

ત્યારે હાલમાં લગ્નનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. જો કે આ વીડિયો ઘણો જૂનો છે, પરંતુ લગ્નની સિઝન ચાલી રહી હોવાને કારણે આ વીડિયો ફરીથી વાયરલ થવા લાગ્યો છે. આ વીડિયો વર-કન્યા અને વરમાળા કાર્યક્રમ સાથે સંબંધિત છે. વીડિયોમાં તમે વર-કન્યાને સ્ટેજ પર જોઈ શકો છો. જ્યાં વરમાળાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે.

તમે જોઈ શકો છો કે કન્યાએ વરરાજાને માળા પહેરાવી છે, જ્યારે વરરાજા પણ તેની કન્યાની વરમાળા પહેરવાની રાહ જોઈ રહ્યો છે. વીડિયોમાં સૌથી મજેદાર વાત અહીં જ થાય છે. તમે જોઈ શકો છો કે વરરાજા તેની કન્યાને વરમાળા પહેરાવતાની સાથે જ તેની ખુશી ઉપર નિયંત્ર રાખી શકતો નથી.

આ પછી તે બેકાબૂ થઈ જાય છે અને સ્ટેજ પર જ ડાન્સ કરવા લાગે છે. સામાન્ય રીતે હાર પહેરાવવાની વિધિ ખૂબ જ મજેદાર હોય છે, પરંતુ આ વિડિયોમાં માળા વિધિ થોડી વધુ મજેદાર લાગે છે. કારણ કે વર તેની કન્યાને માળા પહેરાવતાની સાથે જ તે હોશ ખોઈ બેસે છે. વીડિયોમાં તમે વરરાજાનો ઉત્સાહ સ્પષ્ટ જોઈ શકો છો.

34 સેકન્ડનો આ વીડિયો એટલો ફની અને મજેદાર છે કે તેને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. જીવનસાથી મળવાથી રોમાંચિત વરરાજાને લગ્નમાં આવનાર મહેમાનોની પણ પરવા નથી અને સ્ટેજ પર જ કમર હલાવવા લાગે છે. વરરાજાનો ઉત્સાહ જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ ખૂબ જ મજા કરી રહ્યા છે. એકે લખ્યું કે કદાચ વરરાજાની ઈચ્છા પૂરી થઈ ગઈ છે.

Niraj Patel