લગ્નની અંદર વરરાજાના મિત્રોએ આપી એવી ભેટ કે દુલ્હન પણ શરમથી થઇ ગઈ પાણી પાણી, જુઓ વીડિયો

લગ્ન હોય ત્યારે મસ્તી મજાક થવો એ સામાન્ય બાબત છે, ક્યારેક કન્યાની બહેનો મસ્તી મજાકના મૂડમાં જોવા મળે છે તો ઘણીવાર વરરાજા મિત્રો દ્વારા એવા મસ્તી મજાક કરવામાં આવે છે લગ્નનો આખો માહોલ ખીલખીલાટ કરતો હોય છે, સોશિયલ મીડિયામાં આવા મસ્તી મજાકના વીડિયો પણ વાયરલ થતા હોય છે જેને સોશિયલ મીડિયા યુઝર્સ પણ ખુબ જ પસંદ કરતા હોય છે. હાલ એવો જ એક વીડિયો લોકોને પેટ પકડીને હસવા માટે મજબુર કરી રહ્યો છે.

લગ્નમાં મિત્રો ન હોય તો મજા થોડી ઓછી થવા લાગે છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા વીડિયો છે, જેમાં વરરાજાના મિત્રો મસ્તી કરતા જોવા મળે છે. તેમાં એક વીડિયો જોરદાર રીતે વાયરલ થયો છે, જેમાં વર-કન્યા સ્ટેજ પર બેઠા છે અને અચાનક તેમના મિત્રો ત્યાં પહોંચી જાય છે. મિત્રોએ મહેમાનોની સામે વરને એવી ભેટ આપી, જે જોઈને દુલ્હન પણ આશ્ચર્યચકિત થઈ ગઈ.

વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજાને તેના મિત્રોએ પોલીથીન પર ટેપ કરીને સ્ટેજ પર ભેટ આપી હતી. આ દરમિયાન ત્યાં હાજર દુલ્હનને આશ્ચર્ય થયું કે પેકેટમાં શું થઈ શકે છે. વરને મિત્રો દ્વારા તે જ સમયે તેને ખોલવા માટે કહેવામાં આવ્યું હતું. જો કે, આ જોઈને વરરાજા પહેલા તો હસવા લાગ્યો અને સમજી ગયો કે મિત્રોએ કંઈક મજાક કરી હશે. કન્યા પણ તે પેકેટને ખૂબ રસથી જોવા લાગે છે. વર હવે તે પેકેટ ખોલવા લાગે છે અને તેની પાસે ઉભેલા મિત્રો જોરથી હસી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Kichu’s Abi💖 (@kichus_abi)

જેવો વરરાજા પેકેટ ખોલે છે અને પોલીથીનની અંદર હાથ નાખે છે, તે સમજી જાય છે કે તેને ભેટમાં શું મળ્યું. વરરાજાએ પોલીથીનમાંથી આ ભેટ બહાર ના કાઢી. આ દરમિયાન તમે વરરાજાની બાજુમાં બેઠેલી દુલ્હનની મોઢે હાથ દઈને હસતા જોઈ શકો છો. થોડી સેકન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

Niraj Patel