ફૂલોની આખી ચાદર ઓઢીને ઘોડી પર બેઠેલા વરરાજાને ઘોડીએ હવામાં ઉછાળ્યો, લોકો બોલ્યા… “વરરાજા છે કે ગુલદસ્તો ?” જુઓ વીડિયો

ઉછળતી ઘોડી પર બેઠેલા વરરાજાને જોઈને લોકો બોલ્યા…”વરરાજા ફેવીક્વિક લગાવીને બેઠો હોય એમ લાગે છે…” જુઓ વીડિયો

Groom Shocking Stunt On Horse : હાલ તમે સોશિયલ મીડિયા ખોલશો એટલે તમને મોટાભાગના વીડિયો લગ્નને લઈને જોવા મળશે. કારણ કે હાલ લગ્નની સિઝન ચાલી રહી છે અને સોશિયલ મીડિયા પર પણ આવા ઘણા વીડિયો લોકો પોસ્ટ કરતા હોય છે. ત્યારે ઘણા વીડિયો એવા પણ હોય છે જેને લોકો વાંરવાર જોતા હોય છે અને લગ્નની કેટલીક એવી ઘટનાઓ પણ કેમેરામાં કેદ થઇ જાય છે જે ચર્ચાનો વિષય પણ બની જતી હોય છે. હાલ એક એવા જ વરરાજાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

ફૂલોની ચાદર ઓઢીને બેઠો વરરાજા :

હાલ સામે આવેલા લેટેસ્ટ વીડિયો જોયા પછી ઘણા લોકો હસવાનું રોકી શકતા નથી. મામલો લગ્નના વરઘોડાનો છે. વરરાજા ઘોડા પર જઈ રહ્યો હતો. આ દરમિયાન ઘોડો વારંવાર બે પગ પર ઉભા રહેવા લાગ્યા. પરંતુ વરરાજા સહેજ પણ ગભરાયા વિના બેઠો રહ્યો. જાણે કે તે ઘોડા પર ફેવિકોલ સાથે ચીપકી ગયો હોય.  વાયરલ ક્લિપમાં આપણે જોઈ શકીએ છીએ કે વરરાજાને ઘણા ફૂલોથી શણગારવામાં આવ્યો છે અને તે ઘોડા પર બેઠો છે.

ઘોડીએ હવામાં ઉછાળ્યો :

અચાનક ઘોડો પોતાના બે પગ પર ઊભો રહેવા લાગે છે. એક ક્ષણ માટે એવું લાગે છે કે વરરાજા પડી જશે. પરંતુ કોઈક રીતે તે જ બેસી રહે છે. આ જોઈને ઈન્ટરનેટ જનતા ચોંકી ગઈ છે. આ વીડિયો @mastan_horse_bilamana નામના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. તેણે કેપ્શનમાં લખ્યું- બુલબુલ. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચુક્યા છે અને 1 લાખ 95 હજારથી વધારે લોકો તેને લાઈક પણ કરી ચુક્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Mastan 👑 (@mastan_horse_bilamana)

લોકોએ આપી પ્રતિક્રિયા :

જ્યારે ઘણા લોકોએ આ અંગે કમેન્ટ પણ કરી છે. જ્યાં એક યુઝરે લખ્યું કે ઘોડા પર વર છે કે ગુલદસ્તો? બીજાએ કહ્યું – ભાઈ, વરનું થોડું ધ્યાન રાખજે. બીજાએ લખીને આનંદ લીધો કે વરરાજા વિચારતો હશે કે આજે તેનો છેલ્લો દિવસ છે. જ્યારે અન્ય યુઝર્સે ઘોડાઓને તાલીમ આપનાર વ્યક્તિની પ્રશંસા કરી હતી. એક યુઝરે પૂછ્યું – આ બધું કરવાની શું જરૂર છે? આ ઉપરાંત પણ બીજા ઘણા લોકો વીડિયોને લઈને કોમેન્ટ કરી રહ્યા છે.

Niraj Patel