જોશ જોશમાં હોશ ખોઈ બેઠો વરરાજા, લગ્ન માટે હરખપદુડો વરરાજાને ગાડીની છત પર ચઢીને બનાવી રીલ, જુઓ

જોશ જોશમાં હોશ ખોઈ બેઠો વરરાજા, ગાડીની છત પર ચઢીને બનાવી રહ્યો હતો રીલ, ત્યારે જ આવી પોલીસ અને પછી થયું એવું કે બધા જાનૈયાઓ ભાઈ-બાપા કરવા લાગ્યા… જુઓ

Groom mounted the car and made a reel : લગ્ન એ ખુબ જ ખુશીનો પ્રસંગ છે અને જેના લગ્ન હોય છે તે તો આ સમય દરમિયાન ખુબ જ ખુશ રહેતા હોય છે. પોતાના લગ્ન માટે વ્યક્તિ દરેક પ્રકારની તૈયારીઓ પણ કરતો હોય છે. આ ખાસ દિવસને વધુ ખાસ બનાવવા માટે લોકો ઘણી અજીબોગરીબ રીતો અજમાવતા જોવા મળે છે. ક્યારેક શણગાર સજેલી દુલ્હન બુલેટ પર એન્ટ્રી કરે છે. તો ક્યારેક વર ‘રાજા’ મોંઘી કાર કે ઘોડાની ગાડી પર સવાર થઈને ભવ્ય એન્ટ્રી કરતો જોવા મળે છે.

ત્યારે હાલ ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર જિલ્લામાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. અહીં, લગ્નનો વરઘોડો લઈ જઈ રહેલા વરરાજાને નેશનલ હાઈવે પર લક્ઝરી કારની ઉપર ચઢીને રીલ બનાવવી ભારે પડી ગઈ, પોલીસે વરરાજાની કારને રોકીને કસ્ટડીમાં લઈ લીધી. આ દરમિયાન ત્યાં મોટી ભીડ જોવા મળી હતી.  મંગળવારે સહારનપુર જિલ્લાના ભાયલા ગામનો અંકિત નામનો વરરાજા તેના લગ્નની જાન સાથે મેરઠના કુસાવલી ગામ જઈ રહ્યો હતો.

આ દરમિયાન અંકિત મુઝફ્ફરનગર જિલ્લાના મંસૂરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત દિલ્હી-દેહરાદૂન નેશનલ હાઈવે પર કારમાં લગાવેલા ડ્રોન કેમેરાથી ઈન્સ્ટાગ્રામ માટે રીલ બનાવી રહ્યો હતો. પરંતુ તે જ સમયે મુઝફ્ફરનગરની મંસૂરપુર પોલીસે વરરાજાની કારને રોકી અને તેને કસ્ટડીમાં લઈ લીધી. જે બાદ પોલીસે હવે આ મામલે આગળની કાર્યવાહી શરૂ કરી છે.

આ ઘટના વિશે માહિતી આપતા સીઓ ખતૌલી યતેન્દ્ર નાગરે જણાવ્યું હતું કે આજે મંસૂરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં NH-58 પર ભાયલા દેવબંદ ગામથી કુશાવલી સરથાણા ગામ જઈ રહેલી વરરાજાની કારને જપ્ત કરવામાં આવી છે. વરરાજા આ વાહનની છત પર ચડીને સ્ટંટ કરી રહ્યો હતો, જેની નોંધ લઈ મનસૂરપુર પોલીસ સ્ટેશને વાહન કબજે કરી જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Niraj Patel