લગ્ન મંડપમાં વરરાજાએ દુલ્હનને આપ્યું એવું વચન કે લોકો બોલ્યા- ખુબ જ ભાગ્યશાળી છે દુલ્હન, જુઓ વીડિયો

તાજેતરના દિવસોમાં લગ્નની સીઝન ચાલી રહી છે. હિન્દૂ લગ્ન પ્રમાણે લગ્નના ફેરા ફરતી વખતે  વર-વધુ એકબીજાને વચનો આપે છે. પણ એક લગ્નનમાં વરરાજાએ પોતાની થનાર પત્નીને એવું વચન આપ્યું કે જાણીને બધા જ હેરાન રહી ગયા છે, અને તેઓનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયલર થઇ રહ્યો છે અને લોકો વરરાજાના આવા વચન આપવા પાછળ તેની ખુબ પ્રશંસા કરી રહ્યા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે વર-વધુ લગ્નના પોશાકમાં ખુબ જ સુંદર લાગી રહ્યા છે અને તેઓ લગ્નના મંડપલમાં બેઠેલા છે અને પંડિત મંત્રો પઢી રહ્યા છે. મંત્ર વચ્ચે અર્ધાંગિની શબ્દ આવતા પંડિત વરરજાનાએ અર્ધાંગિનીનો અર્થ સમજાવે છે. પંડિતજીએ વરરજાનાએ કહ્યું કે અર્ધાંગીનીઓ અર્થ અડધી હિસ્સેદાર થાય છે. આવું સાંભળતા જ વરરાજો બોલ્યો કે “અડધી શા માટે, પુરી હિસ્સેદાર છે”.વરરાજાનું આવું કહેવા પર દુલ્હનના ચેહરા પર સ્મિત આવી જાય છે અને દુલહનની સાથે સાથે લોકો પણ વરરાજાથી ઈમ્પ્રેસ થઇ જાય છે અને ત્યાં હાજર લોકો હસવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Y A S H I 🌸 (@yashishukla01)

આ સિવાય વરરાજાએ એવું પણ કહ્યું કે,”તેના દરેક દુઃખ મારા છે અને દરેક સુખ તેના છે”.આ ક્યૂટ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વાર જોવામાં આવી ચુક્યો છે અને લોકો કમેન્ટ કરવાની સાથે સાથે આ નવવિવાહિત જોડીને શુભકામનાઓ પણ આપી રહ્યા છે અને દુલ્હનને ખુબ જ લકી જણાવી રહ્યા છે.

Krishna Patel