સુરતમાં નાચતા વરરાજાનું અચાનક જ થયું દર્દનાક મૃત્યુ, મૃત્યુનું કારણ છે ખુબ ચોંકાવનારું

સુરતમાં લગ્નનો પ્રસંગ શોકમા ફેરવાયો, નાચતા નાચતા જ વરરાજાનું થયું મૃત્યુ, કારણ છે વિચિત્ર

ગુજરાતમાંથી ઘણીવાર એવી એવી ઘટનાઓ સામે આવતી હોય છે કે, આપણે જલ્દી તેના પર વિશ્વાસ જ નથી કરી શકતા. થોડા સમય પહેલા એક એવી ઘટના સામે આવી હતી જેમાં વરરાજીની માતાનું ગરબા રમતા રમતા હાર્ટ એટેક આવવાને કારણે નિધન થઇ ગયુ હતુ. ત્યારે હાલ આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં નાચતા નાચતા વરરાજાને છાતીમાં  દુખાવો થતા હાર્ટ એટેકને કારણે તેની મોત થઇ ગઇ. આ બનાવ સુરતના માંડવીના અરેઠ ગામમાંથી સામે આવ્યો છે.

અરેઠ ગામે લગ્ન પ્રસંગના આગલા દિવસે નાચતા નાચતા વરરાજાને હાર્ટ એટેક આવ્યો અને તેનું મોત થઇ ગયુ. જ્યાં એકબાજુ લગ્નના મંગળ ગીતો ગવાતા હતા ત્યા હવે શોકનો માહોલ ફરી વળ્યો છે. દુલ્હનના ત્યાં જાન લઇને જવાને બદલે હવે વરરાજાની અર્થી ઉઠી રહી છે. ઉલ્લેખનીય છે કે, માંડવીના અરેઠ ગામે રહેતા મીતેશ ચૌધરીના લગ્નનો મંડપ મુહૂર્તનો પ્રસંગ હતો.આ દરમિયાન સાંજના જમણવારનો કાર્યક્રમ પૂરો થયા બાદ ડીજેનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.

આ દરમિયાન જયારે બધા નાચતા હતા ત્યારે વરરાજા પણ નાચવા લાગ્યા અને અચાનક તેમને છાતીમાં દુખાવો ઉપડતા તેને મોટરસાઇકલ પર હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો જયાંથી તેને બારડોલી ખસેડાયો. અહીં ટૂંકી સારવાર બાદ તેનું મોત નિપજ્યુ હતુ. આ ઘટના બાદ લગ્નના ગીતોની જગ્યાએ મરશિયા ગાવાનો સમય આવી ગયો હતો. લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાઇ ગયો હતો.

સુરતમાં મિતેશ ચૌધરીની જાન હજુ તો જવાની હતી ત્યારે નાઈટમાં DJ સાથે રાસ ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દુલ્હા તેના મિત્રો સાથે નાચી રહ્યા હતા.દરમિયાન દુલ્હા મિતેશને અચાનક છાતીમાં દુખાવો થતા સરકારી હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં દુલ્હા નું સારવાર દરમિયાન અવસાન થયું હતુ. ગામમાં દુલ્હાના ઘરે ઘરે રાખેલા મંડપ મુહૂર્ત પ્રસંગે નાચતા યુવાનને અચાનક છાંતીમાં દુખાવો ઉપડતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતુ. પરિવારમાં હર્ષનો માહોલ શોકમાં બદલાઇ ગયો હતો યુવાનના વરઘોડાની જગ્યાએ સ્મશાનયાત્રા નીકળતા ભારે ગમગીની ફેલાઈ ગઈ હતી.

આ સમયે દુલ્હા પોતાના ફ્રેન્ડ્સ જોડે DJ ના તાલે નાચી રહ્યા હતા. તેવામાં એક મિત્ર તેમને ખભા પર ઊંચકીને ડાન્સ કરી રહ્યા હતા. દુલ્હા પણ ખુબ જ ઉત્સાહમાં આવીને ડાન્સ કરી રહ્યા હતા. પણ એકાએક દુલ્હા ને છાતીમાં દુઃખાવો થયો હતો. દુલ્હાનું અચાનક મોત થતા પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઇ ગયો હતો. હર્ષનો પ્રસંગ માતમમાં છવાયો હતો. લગ્ન ગીતોને બદલે મરણ ગીતો ગાવાનો વારો આવતા પરિવારના આંસુ રોકાવવાનું નામ નથી લઇ રહ્યા

ડોક્ટરના જણાવ્યા અનુસાર હાર્ટ એટેકને લીધે મિતેશનુ મોત થયુ હતું. આ સાંભળતા જ પરિવાર પર દુખનો પહાડ તૂટી પડ્યો હતો. લગ્નનો પ્રસંગ શોકમા ફેરવાયો હતો. જે ઘરમાં લગ્નના ગીતો ગવાતા હતા, એ જ ઘરમાંથી વરરાજાની સ્મશાનયાત્રા નીકળી હતી. ડીજે નાઈટનો વરરાજાનો વીડિયો પણ સામે આવ્યો છે.

Shah Jina