વરમાળા પહેરાવતા પહેલા જ વરરાજાએ કન્યાને કિસ કરવા માટે કહ્યું, અને પછી જે થયું તે જોઈને તમે પણ હેરાન રહી જશો, જુઓ વીડિયો

હાલ દેશભરમાં લગ્નનો માહોલ શાંત થયો છે. પરંતુ સોશિયલ મીડિયામાં લગ્નને લઈને ઘણા વીડિયો વાયરલ થતા જોવા મળે છે. ઘણા વીડિયોની અંદર ઘણી એવી ઘટનાઓ પણ  સામે આવી છે જે જોઈને આપણે પણ હેરાન રહી જઈએ. હાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે જોઈને પણ તમને મજા આવશે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં વરમાળા દરમિયાન વરરાજા દુલ્હન પાસે એવી વસ્તુ માંગી લે છે કે તે સાંભળીને જ કન્યા શરમથી પાણી પાણી થઇ જાય છે અને એટલે જ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને આ કપલનો પ્રેમ પણ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યો છે.

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે એક વર-કન્યા વરમાળા કરવા માટે સ્ટેજ પાસે ઉભા છે. આસપાસ બંને પક્ષના લોકો પણ આ વિધિને માણવા માટે ઉત્સુક છે અને જેવી જ કન્યા વરરાજાના ગળામાં વરમાળા પહેરાવવા માટે જાય છે ત્યારે જ વરરાજા કન્યાને ગાલ ઉપર કિસ કરવા માટે કહે છે.

વરરાજા ઈશારા દ્વારા કન્યાને કિસ કરવા માટે કહે છે, આ જોઈને કન્યા પણ શરમાઈ જાય છે અને આસપાસ ઉભેલા લોકો પણ ચિચિયારીઓ પાડવા લાગે છે, પરંતુ આખરે કન્યા વરરાજાને ગાલ ઉપર કિસ કરીને વરમાળા પહેરાવે છે. આ ઘટના જોઈને ત્યાં ઉપસ્થિત લોકો પણ ખુબ જ ઉત્સાહીત થઇ જાય છે. આ કપલના રોમાન્ટિક અંદાજને બધા ખુબ જ પસંદ કરી રહ્યા છે.

Niraj Patel