ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગ્રીષ્માના પરિવારને આપેલું વચન કર્યું પૂર્ણ, પોતાના હાથે લૂંછ્યા પરિવારના આંસુઓ, જુઓ

ગ્રીષ્માના પરિવારમાં દુઃખમાં સહભાગી થવા માટે પહોંચ્યા ગૃહમંત્રી હર્ષ સંઘવી, પરિવારના આંસુ લૂછીને આપી સાંત્વના

સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીણ રોજ થયેલ ગ્રીષ્મા વેકરીયા હત્યા કેસની અંદર ગઈકાલે સુરતની સેસન્સ કોર્ટે માસુમ ગ્રીષ્માનું ગળું કાપી અને મોતને ઘાટ ઉતારી દેનારા હત્યારા ફેનિલ ગોયાણીને ફાંસીની સજા સંભળાવી. ગ્રીષ્માની હત્યાના 82 દિવસ બાદ આ કેસનો નિર્ણય આવ્યો અને કોર્ટે ફાંસીની સજા ફેનિલને આપી.

ત્યારે ગ્રીષ્માનો પરિવાર પણ કોર્ટના આ નિર્ણયથી સંતુષ્ટ જણાયો, જયારે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ પોતાના તમામ કાર્યક્રમો રદ્દ કરી અને ગ્રીષ્માના પરિવારને મળવા માટે પહોંચ્યા હતા. ગ્રીષ્માની હત્યા થયા બાદ પણ ગૃહમંત્રી હર્ષ સંઘવી ગ્રીષ્માના ઘરે પહોંચ્યા હતા અને તેમને ગ્રીષ્માના પરિવારને વચન આપ્યું હતું કે તે તેમને ન્યાય અપાવશે.

ત્યારે હવે ગ્રીષ્માને ન્યાય મળતા જ હર્ષ સંઘવીએ ગ્રીષ્માના પરિવારનું મુલાકાત લીધી હતી, ત્યારે ગ્રીષ્માના પરિવારજનોની આંખોમાંથી પણ આંસુઓ છલકી ઉઠ્યા હતા, અને હર્ષ સંઘવીએ પોતાના હાથે તેમના પરિવારજનોના આંસુઓ પણ લુછ્યા હતા અને પરિવારને સાંત્વના પણ પાઠવી હતી.

ગઈકાલે હર્ષ સંઘવીએ ચુકાદો આવ્યા બાદ મીડિયાને સંબોધતા કહ્યુ હતુ કે, આજે મે ગ્રીષ્માના પરિવારને આપેલું વચન પૂર્ણ થયું છે. કાલે હું મારા તમામ કાર્યક્રમો રદ કરીને ગ્રીષ્માના પરિવારજનોને મળીને તેમને સાંત્વના પાઠવવા જવાનો છું. ગ્રીષ્માના માતા પિતાને વંદન કરવા જઇશ કોર્ટે ગ્રીષ્માના હત્યારાને ફાંસીની સજા સંભળાવી છે. ભૂપેન્દ્ર સરકાર જે કહે છે તે વચન પૂર્ણ કરે છે. માતા-બહેન,દિકરીઓ માટે ગુજરાત સુરક્ષિત રાજ્ય છે.

Niraj Patel