CCTVમાં ગંદી હરકત કરતી કેદ થઇ નોકરાણી, ડોલમાં પેશાબ કરી તેનાથી માર્યુ પોતુ- જુઓ હેરાન કરી દેનારો વીડિયો

નોકરાણીની શર્મનાક હરકત, ડોલમાં પેશાબ કરી તેનાથી જ માર્યુ પોતુ- વીડિયો વાયરલ થયા બાદ થઇ ધરપકડ

Maids viral video : જો તમે પણ તમારા ઘરમાં સાફ સફાઇ માટે નોકરાણી રાખી છે, તો તમારા માટે આ સમાચાર કામના છે. દિલ્હીને અડીને આવેલા ગ્રેટર નોઈડામાં એક શરમજનક કિસ્સો સામે આવ્યો. જેનો વીડિયો પણ વાયરલ થયો. ગ્રેટર નોઈડાની અજનારા હોમ્સ સોસાયટીનો આ કિસ્સો છે. જ્યાં એક ઘરની સફાઈ કરતી વખતે નોકરાણીએ એવું ગંદુ કૃત્ય કર્યું કે ભાગ્યે જ કોઈ તેને માફ કરી શકે.

ગ્રેટર નોઈડામાં અજનારા હોમ્સ સોસાયટીના ફ્લેટમાં કામ કરતી નોકરાણી મોપિંગ એટલે કે પોતુ કરી રહી હતી, પરંતુ તેણે જે પાણીથી પોતુ કર્યું તે જોઇ તમે પણ હેરાન રહી જશો. નોકરાણીએ પોતુ કરવાની ડોલમાં પેશાબ કર્યો અને તે જ પાણીથી ઘરમાં પોતુ માર્યું. જ્યારે મકાનમાલિકને આ વાતની જાણ થઈ તો મકાન માલિકે નોકરાણી અંગે પોલીસમાં ફરિયાદ કરી.

મામલાની તપાસ કર્યા બાદ પોલીસે આ ફરિયાદ પર નોકરાણી પાસેથી જવાબ માંગ્યો. હાલમાં નોકરાણીએ પોતાની ભૂલ સ્વીકારી લીધી છે. નોકરાણીનું આ ગંદું કૃત્ય ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું હતું. જેના કારણે સમગ્ર મામલો સામે આવ્યો હતો.આ સમગ્ર ઘટના બાદ સોસાયટીના અધિકારીઓએ આરોપી મહિલાના પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દીધો છે.

ઘરેલુ મદદ કરનાર મહિલાની ઓળખ સબીના ખાતૂન તરીકે થઈ છે. તાજેતરમાં જ નોકરાણી દ્વારા ચોરી સંબંધિત એક કિસ્સો જોવા મળ્યો હતો, જેમાં નોકરાણીએ મકાન માલિકના ઘરમાંથી 50 લાખના દાગીનાની ચોરી કરી હતી. મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે નોકરાણી માલકિનના ઘરેણાં પહેરીને પાર્ટીમાં ગઈ અને પછી ફોટો મૂક્યો.

Shah Jina