“અનુપમા” : શોમાં હવે આવશે નવો ટ્વીસ્ટ, અનુપમા અને કાવ્યા વચ્ચે થશે જબરદસ્ત ટક્કર…

ટીવીનો ઘરે ઘરે ફેમસ થઇ ગયેલો શો “અનુપમા” છેલ્લા ઘણા સમયથી ટીઆરપી લિસ્ટમાં ટોપ પર છે. આ શોએ થોડા જ સમયમાં દર્શકોનું દિલ જીતી લીધુ છે. ખૂબ જ થોડા સમયમાં આ શો દર્શકોના દિલમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે.

આ શોમાં ટાઇટલ પાત્ર એટલે કે અનુપમાનું પાત્ર રૂપાલી ગાંગુલી નિભાવી રહી છે અને તેમની સાથે સાથે સાથે બાકીના લોકોને પણ દર્શકોનો ખૂબ પ્રેમ મળી રહ્યો છે. આ શો લોકોનો ફેવરેટ બનતો જઇ રહ્યો છે. શોમાં રોજ રોજ નવાા ટ્વીસ્ટ આવતા રહે છે. શોની કહાની હવે ફરી એકવાર વનરાજ અને અનુપમાને સાથે લાવી રહી છે. ત્યાં કાવ્યાને પણ તેને કારણે ઘણી તકલીફ થવાની છે.

શોમાં જલ્દી જ એક નવો મોડ આવશે. જલ્દી જ અનુપમાની ડાંસ એકેડમીની ગ્રાન્ડ ઓપનિંગ થવાની છે. આ સાથે જ એકવાર તે અને વનરાજ એકસાથે જશ્નની મનાવવાની તૈયારીમાં છે. કારણ કે એકેડમીમાં વનરાજ અને લીલા કૈફે પણ ઓપન થઇ રહ્યુ છે.

આ અવસર પર અનુપમા અને વનરાજ ઘરવાળા સાથે ઘણી મસ્તી કરે છે અને ડાંસ પણ કરે છે. તેઓ ખુશીથી ઉછળતા પણ જોવા મળે છે. પરંતુ આ બધા વચ્ચે કાવ્યા મનમાંને મનમાં બળી જશે અને તેનાથી વનરાજ અને અનુપમાની આ ખુશી સહન નહિ થાય.

બીજી બાજુ શોમાં અપકમિંગ એપિસોડ જબદસ્ત ધમાકાવાળો થવાનો છે. જયાં એક બાજુ અનુપમા પાખી માટે બધુ કરવા તૈયાર છે, ત્યાં બીજીબાજુ કાવ્યા અનુપમાને તેના બાળકોથી અલગ કરવામાં લાગેલી છે.

આ વચ્ચે વનરાજ અને શાહ પરિવાર સામે એક મોટી ચુનોતી આવવાની છે. જેમાં કાવ્યા અને અનુપમા વચ્ચે ડાંસનો મુકાબલો થશે પરંતુ જોવાની વાત એ હશે કે આ મુકાબલામાં કોણ જીતશે ?

 

Shah Jina