“40 લાખ કરતા પણ વધુ મતદારોએ….” આપની ગુજરાતમાં કારમી હાર બાદ ગોપાલ ઈટાલીયાએ શું કહ્યું ? જુઓ વીડિયો
આજે ગુજરાત વિધાનસભા 2022નું ચૂંટણી પરિણામ જાહેર થઇ ગયું અને ફરી એકવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે. ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. આ વખતની ચૂંટણીમાં એમ લાગી રહ્યું હતું કે આમ આદમી પાર્ટી, ભારતીય જનતા પાર્ટીને મોટી ટક્કર આપી શકે છે, પરંતુ પરિણામોએ ચિત્ર સ્પષ્ટ કરી દીધું અને ભાજપની ધાર્યા કરતા પણ વધારે સીટો આવી રહી છે.
ત્યારે હવે આમ આદમી પાર્ટીની હાર સામે આવતા જ સતત ચર્ચામાં રહેતા ગોપાલ ઈટાલીયાએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને તેમાં તેમને જનતા સમય કેટલીક વાતો પણ રજૂ કરી હતી. પ્રેસ કોન્ફરન્સમાં ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, “આજનો દિવસ ખુબ જ ઐતિહાસિક છે, ભાજપ અને કોંગ્રેસ કહેતા હતા કે ત્રીજો મોરચો નહિ ચાલે પરંતુ આપ હવે રાષ્ટ્રીય પાર્ટી બની છે.”
ગોપાલ ઈટાલીયાએ વધુમાં જણાવ્યું કે 2017ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 28 હજાર મત મળ્યા હતા જયારે હવે આ વખતની ચૂંટણીમાં 40 લાખ મત મળ્યા છે. આ ચુકાદાને અમે સ્વીકારીએ છીએ. અમે હતાશ નથી થયા પરંતુ એક પગથિયું ઉપર ચઢ્યા છીએ. તેમને એમ પણ જણાવ્યું કે અમે ચૂંટણી હાર્યા છીએ, મનોબળ નહિ, અમારી ભૂલો અને ખામીઓને અમે સુધારીશું.”
તમને જણાવી દઈએ કે ગોપાલ ઈટાલીયાએ સુરતના કતારગામથી ઉમેદવારી નોંધાવીને ચૂંટણી લડી હતી, પરંતુ આ સીટ પર પણ તેમની કારમી હાર થઇ છે. આ સીટ પર ભાજપના વિનુ મોરડિયા, કોંગ્રેસના કલ્પેશ વરિયા અને આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા વચ્ચે જંગ યોજાયો હતો, જેમાં ભાજપના વિનુ મોરડીયા બાજી મારી ગયા.