ઊંચી બિલ્ડીંગ ઉપરથી સામાન નીચે ઉતારવા માટે આ ભાઈએ કર્યો ગજબનો જુગાડ, બાલ્કનીમાંથી સીધો જ સામાન ટ્રકમાં, જુઓ વીડિયો

આજકાલ સોશિયલ મીડિયામાં જુગાડને લઇને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર એવા એવા જુગાડ જોવા મળે છે, જે માણસનું કામ પણ સરળ કરી દેતા હોય છે, ત્યારે હાલ આવા જ એક જુગાડનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને લોકો પણ હક્કાબક્કા રહી ગયા છે.

આ જુગાડ જોઈને તમે જુગાડ કરનાર વ્યક્તિના વખાણ કરશો. જુગાડ એ એક રીતે અસંભવ કાર્ય કરવા માટે બનાવેલી યોજના છે, જે ટેક્નોલોજીથી પૂર્ણ કરી શકાતી નથી. આનાથી કોઈપણ કામ કરવામાં ખૂબ જ સરળતા રહે છે. સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક બહુમાળી ઈમારતમાંથી સીધા ટ્રકમાં સામાન લઈ જવામાં આવી રહ્યો છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે બહુમાળી ઈમારતમાંથી સીધો જ ટ્રકમાં સામાન પહોંચાડવા માટે એકદમ ધાંસુ જુગાડ લગાવવામાં આવ્યો છે. જેના કારણે ટ્રકમાં માલ સામાનની હેરફેર સરળતાથી થઈ રહી છે. તમે જોઈ શકો છો કે જે માળેથી ટ્રકમાં માલ લઈ જવાનો છે, ત્યાંથી લાંબો કાપડ ટ્રકમાં બાંધવામાં આવ્યો છે. આ પછી આ કાપડ દ્વારા માલ સીધો ટ્રકમાં પહોંચાડવામાં આવે છે. આ કામમાં કોઈ મહેનત પણ થતી નથી.

આ જબરદસ્ત જુગાડ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર satisfyingnaturehub નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. તેની સાથે કેપ્શનમાં લખ્યું છે, ‘અમેઝિંગ આઈડિયા’. આ વીડિયો એટલો જબરદસ્ત છે કે તેને ખૂબ જ ઝડપથી જોવામાં અને શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો લાઈક કરી ચૂક્યા છે. મોટાભાગના લોકો આ જુગાડ કરનાર વ્યક્તિની પ્રશંસા કરી રહ્યા છે.

Niraj Patel