દહી અને કિસમિસનું કોમ્બિનેશન સ્વાસ્થ્ય માટે છે વરદાન,જાણો તેના ચમત્કારિક ફાયદા

સફેદ વાળ અને પિરિયડના દુખાવા માટે રામબાણ ઈલાજ છે આ મિશ્રણ

સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહને ભારતમાં રાષ્ટ્રીય પોષણ સપ્તાહ તરીકે ઉજવવામાં આવે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે તંદુરસ્ત આહાર લેવો જરૂરી છે. કારણ કે તંદુરસ્ત આહારથી જ વ્યક્તિનો માનસિક અને શારીરક વિકાસ શક્ય બને છે.

તંદુરસ્ત જીવનશૈલી અંગે નિષ્ણાતો આપણને ઘણા સૂચનો આપે છે. તેમના મતે, શરીરને તંદુરસ્ત રાખવા માટે, આવા ઘણા સુપરફૂડ્સ છે જે પાચન તંત્ર સાથે સ્વાસ્થ્ય સંબંધિત અન્ય ઘણી સમસ્યાઓ દૂર કરી શકે છે. આમાંથી એક દહીં અને કિસમિસનું મિશ્રણ છે. આ સંયોજન ન માત્ર પાચન તંત્રને તંદુરસ્ત રાખે છે પણ આરોગ્ય સંબંધિત અન્ય ઘણી સમસ્યાઓથી છુટકારો મેળવવામાં પણ મદદ કરે છે.

કબજિયાતમાં રાહત : આ કોમ્બો બેડ બેક્ટેરિયાને બેઅસર કરવામાં મદદ કરે છે અને સારા બેક્ટેરિયાના વિકાસને પ્રોત્સાહન આપે છે. આ સિવાય, તેના સેવનથી આંતરડામાં બળતરા ઓછી થાય છે, કારણ કે દહીં પ્રોબાયોટિક તરીકે કામ કરે છે અને કિસમિસમાં સોલ્યૂબલ ફાઇબરની સમૃદ્ધ માત્રાને કારણે પ્રિબાયોટિક તરીકે કામ કરે છે.

વાળને સફેદ થતા અટકાવે છે : દહીં અને કિસમિસનું મિશ્રણ વાળને સફેદ થતા અટકાવે છે. નિષ્ણાતોના મતે, તમે દહીં અને કિસમિસનું એકસાથે સેવન કરીને તમારા વાળને સફેદ અને નિર્જીવ થતા અટકાવી શકો છો.

પીરિયડના દુખાવામાં રાહત : દહીં અને કિસમિસનું આ તંદુરસ્ત મિશ્રણ માત્ર પીરિયડના દુખાવામાં જ રાહત આપતું નથી પણ પીએમએસ (પ્રિમેન્સ્ટ્રુઅલ સિન્ડ્રોમ)નો સામનો કરવામાં પણ મદદ કરે છે, જે મહિલાઓને તેમના પીરિયડ્સ દરમિયાન થતી સૌથી સામાન્ય સમસ્યાઓમાંની એક છે.

શુષ્ક ત્વચાથી છૂટકારો મળે છે : એક બાઉલમાં ફૂલ ફેટ ગરમ દૂધમાં કિસમિસ (મોટાભાગે કાળી) અને અડધી ચમચી દહીં અથવા છાશને નાખીને મિક્સ કરો અને તેનું સેવન કરો. તે શુષ્ક ત્વચા અથવા ત્વચા પર ખંજવાળ દૂર કરવામાં મદદ કરે છે.

હાડકાં અને સાંધાને મજબૂત કરે છે : દહીં અને કિશમિશ બંનેમાં ઉચ્ચ માત્રામાં કેલ્શિયમ હોય છે. તેઓ હાડકાં અને સાંધાઓને મજબૂત કરે છે અને સાથે સાથે બોન ડેંસિટી વધારવામાં પણ મદદ કરે છે.

Patel Meet