IPL-2022માં ગુજરાત ટાઇટન્સે વિજેતા બનીને નવો ઇતિહાસ રચી દીધો, ગુજરાતની ટીમની જીતની ઉજવણીની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં છવાયેલા છે, આ જીતનો તાજ ચાહકોએ ટીમના કપ્તાન હાર્દિક પંડ્યાને પહેરાવ્યો અને ચાહકો તરફથી હાર્દિકને ભરપૂર પ્રેમ મળી રહ્યો છે.
હાલમાં જ હાર્દિકે એક વીડિયો શેર કર્યો છે જેમાં તેના એક ચાહકે તેને આપેલી સુંદર ભેટ ફ્લોન્ટ કરતો જોવા મળી રહ્યો છે. હાર્દિકને તેના એક ચાહકે તેને સોનાની એક ચેઇન ભેટમાં આપી છે, આ ચેઇનની અંદર એક ખાસ પેન્ડલ પણ લાગેલું છે, આ પેન્ડલમાં ગુજરાત ટાઇટન્સનો લોગો અને ડિઝાઇન જોવા મળી રહી છે.
હાર્દિક પંડ્યાએ આ ભેટને તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી ઉપર પણ શેર કરી છે અને ભેટ આપનારા ચાહકને પણ ટેગ કર્યો છે. હાર્દિકે સ્ટોરીના કેપશનમાં લખ્યું છે. “આભાર ભાઈ વીર પહાડીયા”બહુ જ પસંદ આવ્યું”. આ ઉપરાંત ગુજરાત ટાઇન્ટસના ઓફિશિયલ પેજ ઉપર પણ આ ભેટનો વીડિયો શેર કરવામાં આવ્યો છે.
હાર્દિક પંડ્યાને ભેટ મોકલનાર આ વ્યક્તિનું નામ વીર પહાડીયા છે, જે ખુબ જ જાણીતું નામ છે. વીર પહાડીયા પૂર્વ ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેનો પૌત્ર છે. આ ઉપરાંત તે ઉદ્યોગસાહસિક, સર્જનાત્મક નિર્દેશક, ફિલ્મ અને સંગીત નિર્માતા અને પિયાનોવાદક છે. તે હાલ મુંબઈમાં રહે છે અને તેને ધીરુભાઈ અંબાણી સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે 29 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL-2022ની ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ આમને સામને હતા. આ મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાનને 7 વિકેટે હરાવ્યું હતું, આ મેચમાં હાર્દિક પંડ્યાએ પણ ખુબ જ સારું પર્ફોમન્સ કર્યું અને પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.