વરસાદના કારણે ઢસડાઈ પડી સોનાની ખાણ, અંદર ફસાઈ ગયા લોકો, પછી તેમનો જીબ બચાવવા એક વ્યક્તિએ હાથથી ખાડો ખોદ્યો અને પછી…

અચાનક સોનાની ખાણ ધસી પડી, અંદર ફસાઈ ગયા 9 મજૂરો, એક વ્યક્તિએ પોતાના હાથથી ખાડો ખોદીને તેમનો જીવ બચાવવા… જુઓ વીડિયો

“રામ રાખે એને કોણ ચાખે” આ કહેવત આપણે ઘણીવાર સાંભળી હશે. જેનો અર્થ એ છે કે જ્યાં સુધી ભગવાન આપણી સાથે છે ત્યાં સુધી કોઈ પણ વસ્તુ આપણને નુકસાન પહોંચાડી શકે નહીં. ઘણી વખત આપણને સોશિયલ મીડિયા પર આવા વિડીયો જોવા મળે છે, જેને જોયા પછી આપણે વિચલિત થઈ જઈએ છીએ.

આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો પોતાના હાથથી ખાણ ખોદી રહ્યા છે અને દટાયેલા લોકોને જીવતા બહાર કાઢી રહ્યા છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે લોકોને બચવાની બિલકુલ આશા નહોતી, પરંતુ તે બધા જીવતા બહાર આવી ગયા.

આ ઘટના કોંગોના દક્ષિણ કિવુ પ્રાંતમાં સ્થિત એક આર્ટિસનલ ખાણમાં બની હતી. અહીં કેટલાક મજૂરો સોનાની ખાણ પર કામ કરી રહ્યા હતા. અચાનક તે ખાણ તૂટવા લાગી. ખાણ એટલી ઝડપે ધસી પડી કે કામદારો તરત બહાર ન આવી શક્યા. મીડિયા રિપોર્ટ અનુસાર ભારે વરસાદ બાદ ભૂસ્ખલન થયું હતું જેના કારણે 9 મજૂરો તેની અંદર ફસાઈ ગયા હતા.

વીડિયોમાં જોઈ શકાય છે કે ઉપરથી માટી પડી રહી છે પરંતુ બહાર ઊભેલા વ્યક્તિએ હિંમત હારી નહીં. તેણે પાવડાનો ઉપયોગ કરીને ખાણનું મોં ખોલ્યું. તે સમયે ભંગાણ બીજે ક્યાંકથી શરૂ થઈ શકે તેવો ભય પણ હતો. માણસ વારંવાર ઉપર તરફ જોતી વખતે ખાણનું મોઢું ખુલ્લું રાખવાનો પ્રયત્ન કરતો રહ્યો. આ દરમિયાન ખાણની અંદરથી એક પછી એક 9 લોકો બહાર આવ્યા હતા.

ખાણોમાં આવી ઘટનાઓ સામાન્ય છે, પરંતુ તેમાં મજૂરો પોતાનો જીવ ગુમાવે છે. અહીં સારી વાત એ છે કે કોઈને નુકસાન થયું નથી. વીડિયો સામે આવ્યા બાદ લોકો બહાર ઉભેલા લોકોના વખાણ કરી રહ્યા છે. મજૂરોના જીવનું જોખમ ઘટાડવામાં નિષ્ફળ રહેવા બદલ વહીવટીતંત્રની ટીકા પણ કરી.

Niraj Patel