ભારતનો વધુ એક વિદેશી જમાઈ: ભારતીય મૂળની આ યુવતી સાથે ઓસ્ટ્રિયાનો જાંબાજ ક્રિકેટર લેશે સાત ફેરા, કંકોત્રી થઇ વાયરલ

મૂળ ઓસ્ટ્રેલિયાના ખિલાડી ગ્લેન મેક્સવેલ આ વર્ષના અંતમાં ભારતીય તમિલ યુવતી સાથે લગ્નગ્રંથિથી જોડાવાના છે. અભિનેત્રી કસ્તુરી શંકરના ટ્વીટર એકાઉન્ટ દ્વારા આ ખબરની પુષ્ટિ કરવામાં આવેલી છે.

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર(આરબીસી)ના ખિલાડી ગ્લેન આવનારી 24 માર્ચના રોજ તમિલ યુવતી વિની રમન સાથે સાથે ફેરા લેશે, એવામાં ભારતને એક વધુ વિદેશી ક્રિકેટર જમાઈ મળવાનો છે.

કસ્તુરી શંકર દ્વારા ટ્વીટર એકાઉન્ટ પર નિમંત્રણ કાર્ડ પણ પોસ્ટ કરવામાં આવ્યું છે જે તમિલ ભાષામાં છાપવામા આવેલું છે. કાર્ડની સાથે કસ્તુરીએ  લખ્યું કે,”ગ્લેન મેક્સવેલએ વીની રમન સાથે લગ્ન કર્યા, સુંદર પારિવારિક તમિલ લગ્નપત્રિકાના આધારે અમે એવું કહી શકીએ છીએ કે તે તમિલ બ્રાહ્મણ શૈલીનો સમારોહ થઇ શકે છે…શું એક સફેદ ગાઉનમાં પણ લગ્ન થશે? અભિનંદન ગ્લેન અને વિની!’

મળેલી જાણકારીના આધારે આ ભવ્ય લગ્નમાં ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટરો અને આંતરરાષ્ટ્રીય મહેમાનોનો સમાવેશ થવાની સંભાવના છે. જણાવી દઈએ કે ગ્લેન અને વિનીએ કોરોના મહામારીના પહેલા એકબીજા સાથે ભારતીય રિવાજ અનુસાર સગાઈ કરી હતી. બંનેએ સગાઈની તસવીરો પણ પોસ્ટ કરી હતી જે વાયરલ પણ થઇ હતી.

બંને 2017 ના સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. ગ્લેન હાલના સમયમાં ઓસ્ટ્રેલિયામાં છે, જ્યા તે શ્રીલંકાના વિરુદ્ધ પાંચ મૅચોની ટી20 શૃંખલામાં ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ ટિમ માટે પોતાની સેવાઓ આપી રહ્યા છે.

વાત કરીએ વિનીની તો તે ભારતીય મૂળની ઓસ્ટ્રેલિયાઈ નાગરિક છે જે મેલબર્નમાં ફાર્માસીસ્ટ છે. વિની 2019 અને 2020 માં ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ એવોર્ડમાં પણ તે ગ્લેન સાથે હાજર રહી હતી. વિની ઓસ્ટ્રેલિયા સ્થિત ભારતીય તમિલ પરિવારથી છે અને વિક્ટોરિયાના મેન્ટોન ગર્લ્સ સેકન્ડરી કોલેજ અને ચિકિત્સા વિજ્ઞાનમાં પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે.

વર્ષ 2019માં ગ્લેન જ્યારે માનસિક રૂપે અસ્વસ્થ હતો ત્યારે પોતાને ક્રિકેટથી દૂર કરી લીધો હતો, તે સમયે વિનીએ જ આ ખરાબ સમયમાંથી બહાર કાઢ્યો હતો અને તેની સાથે હંમેશા ઉભી રહી હતી, આ વાતની જાણકારી ગ્લેન દ્વારા આપવામાં આવી હતી. ચાહકોને પણ હવે બંનેના લગ્નની આતુરતાથી રાહ છે.

Krishna Patel