દિલ્હી મેટ્રો અને ઇન્ડિયન રેલવે બાદ હવે ફ્લાઈટમાં પણ ટૂંકા કપડાં પહેરીને નાચતી છોકરીઓનો વીડિયો આવ્યો સામે, જુઓ

ફલાઇટમાં એન્ટ્રી કરવાની સાથે ટૂંકું ટૂંકું ફ્રોક પહેરેલી આ છોકરી નાચવા લાગી, પેસેન્જર પણ પાછું વળી વળીને જોવા લાગ્યા, વાયરલ થયો વીડિયો

Girls Dancing on Flight : આજકાલનું યુવાધન સોશિયલ મીડિયા (social media) માં ફેમસ થવા માટે શું શું નથી કરતું. છેલ્લા થોડા સમયમાં જ તમે દિલ્હીની મેટ્રો (delhi metro) માં થતી વિચિત્ર હરકતો તો જોઈ હશે. આ ઉપરાંત જાહેર સ્થળો પર પણ લોકો વીડિયો બનાવવા માટે એવી એવી હરકતો કરે છે કે જેને જોઈને લોકોને પણ ગુસ્સો આવી જાય. ત્યારે હવે ફ્લાઈટમાં ડાન્સ (flight dance) કરતી એક છોકરીનો વીડિયો વાયરલ થયો છે.

વીડિયોની શરૂઆતમાં તમે જોશો કે એક છોકરી હાથમાં ટિકિટ લઈને લહેરાતી જોવા મળી રહી છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં શાહિદ કપૂરની ફિલ્મ ‘વિવાહ’નું એક ગીત ચાલી રહ્યું છે, જેના પર તે ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે જ્યારે ત્યાં હાજર કેટલાક યાત્રીઓ છોકરીને આ રીતે ડાન્સ કરતી જોઈને હળવાશથી હસી રહ્યાં છે, તો કેટલાક પેસેન્જર્સ યુવતીને નજરઅંદાજ કરતા જોવા મળે છે.

વીડિયોમાં યુવતી ફ્લાઈટની અંદર ડાન્સ કરી રહી છે, જેની પાછળ પેસેન્જરોની લાઈન દેખાઈ રહી છે, જેઓ પોતાની સીટ પર પહોંચવાની રાહ જોઈ રહ્યા છે. આ બધાની વચ્ચે યુવતી પોતાની મસ્તીમાં ખોવાયેલી જોવા મળે છે. સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવતો આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર shibakhan412 નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જેને ખૂબ જ જોવામાં આવી રહ્યો છે અને પસંદ કરવામાં આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Shiba khan (@shibakhan412)

વીડિયો શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, “પ્લેનની સ્પીડ ધીમી છે.” આ વર્ષે 13 ફેબ્રુઆરીએ શેર કરવામાં આવેલ આ વીડિયોને અત્યાર સુધીમાં 14.4 મિલિયન લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે આ વીડિયોને 6 લાખ 70 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વીડિયો જોયા બાદ યુઝર્સ અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘લાગે છે કે આ છોકરીએ પહેલીવાર પ્લેન જોયું છે.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘તે ટ્રેન નથી, પ્લેન છે. તમે પહેલીવાર આવ્યા હોય એવું લાગે છે. ત્રીજા યુઝરે લખ્યું, ‘જો હું આની પાછળ હોત તો મેં તેને ધક્કો માર્યો હોત.’

Niraj Patel