પ્રેમિકાને મળવા પહોંચ્યો પ્રેમી તો ડરના મારે કર્યો સૂટકેસમાં બંધ, જ્યારે ખુલ્યુ તાળુ તો ઘરવાળા પર રહી ગયા હેરાન- વીડિયો વાયરલ

પ્રેમમાં માણસ ફના થઇ જાય છે પણ પ્રેમને લીધે એક છોકરો સૂટકેસમાં બંધ થઈ ગયો…સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે યુવતી બ્રીફકેસને લોક કરી રહી છે. કપડાં અને સામાન ચારે બાજુ વેરવિખેર પડેલો છે. મહિલાઓ ઊભી છે અને એક યુવક વીડિયો બનાવી રહ્યો છે અને કહી રહ્યો છે – બ્રીફકેસ ખોલો. છોકરી ના પાડે છે પરંતુ અંતે જે થાય છે તે જોઈને ઈન્ટરનેટ જનતા ચોંકી ગઈ.

જો કે, આ ઘટના ક્યારે અને ક્યાં બની તેની પુષ્ટિ નથી થઈ શકી. આ વીડિયો 1.18 મિનિટનો છે, જેમાં યુવતી સ્ટીલના બ્રીફકેસને લોક કરતી જોવા મળે છે. તે વીડિયો બનાવનારને પૂછી રહી છે કે તમે વીડિયો કેમ બનાવી રહ્યા છો? આના પર ત્યાં હાજર પુરૂષ અને અન્ય મહિલાઓએ બૂમો પાડે છે અને છોકરીને બોક્સનું તાળું ખોલવા માટે કહે છે.

થોડીવાર માટે તો છોકરી તેમની વાતોને ઇગ્નોર કરે છે પણ મજબૂરીમાં તેને તાળુ ખોલવું પડે છે. તાળું ખોલતાની સાથે જ બોક્સમાંથી એક છોકરો પરસેવાથી રેબઝેબ હાલતમાં બહાર આવે છે. વીડિયો બનાવનાર વ્યક્તિ તેને મારવા દોડે છે પણ છોકરી દિવાલની જેમ ઉભી રહી જાય છે. આ ક્લિપ 17 ઓક્ટોબરના રોજ પોસ્ટ કરવામાં આવી હતી અને દાવો કરવામાં આવ્યો હતો કે ગર્લફ્રેન્ડે તેના બોયફ્રેન્ડને બોક્સમાં બંધ કરી દીધો હતો.

આ ક્લિપ જોયા બાદ ઘણા યુઝર્સ ફીડબેક આપી રહ્યા છે. કેટલાક યુઝર્સ પૂછી રહ્યા છે કે આટલામાં તે કેવી રીતે ફીટ થઈ ગયો. એક યુઝરે લખ્યું- જો તેણે તેને 2-4 મિનિટ વધુ રાખ્યો હોત તો તેની ડેડ બોડી બહાર આવી હોત. આ વીડિયો @Viralvibes07 નામના હેન્ડલથી X પર પોસ્ટ કરવામાં આવ્યો છે.

Shah Jina