સાસરિયામાં બનાવવાની હતી બહુ બધી રોટલીઓ તો ‘પાપા કી પરી’ એ અપનાવ્યો ગજબનો શોર્ટ કટ, લોકો બોલ્યા- બહુ હમારી રજનીકાંત

લગ્ન પછી ઘણી છોકરીઓ માટે અચાનક તેમના સાસરે રસોડાની જવાબદારી સંભાળવી પડકારજનક બની જાય છે. ખાસ કરીને જો પરિવાર મોટો હોય તો રસોડામાં વધુ કામ ઝડપથી પૂર્ણ કરવું પડતુ હોય છે. આવી સ્થિતિમાં એક છોકરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તે રસોડામાં એક સાથે ઘણી રોટલી બનાવતી જોવા મળી રહી છે. આ જોઈને તમે પણ દંગ રહી જશો.

વીડિયોમાં તમે જોશો કે તે મહિલા લોટનો એક ખૂબ મોટો ગોળો લે છે અને તેને લાંબા પાઇપનો ઉપયોગ કરીને રોલ કરે છે. આ પછી એક મોટો બાઉલ મૂકી તેને ગોળ આકારમાં કાપે છે. તે ગેસ પર બે તવા મૂકે છે અને એકસાથે બે રોટલી શેકે છે. આ જોઈને તમને પણ લાગશે કે રોટલી ઝડપથી બનાવવાની આ ખરેખર એક સરળ રીત છે. આ વીડિયો ઇન્સ્ટાગ્રામ હેન્ડલ @_hetals_art_ પર શેર કરવામાં આવ્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે- ‘પાપા કી પરી તેના સાસરે.’

આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને અત્યાર સુધીમાં તેને 1 મિલિયન લાઈક્સ અને 91 મિલિયન વ્યૂઝ મળી ચૂક્યા છે. આ વીડિયો 12 જાન્યુઆરીએ શેર કરવામાં આવ્યો હતો અને સતત વાયરલ થઈ રહ્યો છે. ઘણા યુઝર્સે આ વીડિયો પર પોતાનો અભિપ્રાય પણ આપ્યો છે. ઘણા લોકોને આ ટેકનિક ખૂબ પસંદ આવી રહી છે, જ્યારે ઘણા લોકો છોકરીને ટ્રોલ કરતા પણ જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Hetal’s Art (@_hetals_art_)

Previous Article

'ના બીજાની ફિક્ર, ના પોતાની...' ચાલતા બાઇક પર કપલનો રોમાન્સ- વીડિયો જોઇ ભડક્યા લોકો

Next Article

દીકરીના જન્મ પર પતિએ લૂંટાવ્યો પત્ની પર પ્રેમ, ગિફ્ટમાં આપી G-Wagon, ઘર, લગ્ઝરી બેગ અને જ્વેલરી...વીડિયો જોઇ ઉડી જશે તમારા પણ હોંશ

error: Protected Content!