‘ના બીજાની ફિક્ર, ના પોતાની…’ ચાલતા બાઇક પર કપલનો રોમાન્સ- વીડિયો જોઇ ભડક્યા લોકો

બેંગલુરુના રસ્તાઓ પર એક કપલનો ખતરનાક બાઇક સ્ટંટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. કર્ણાટક પોર્ટફોલિયો એકાઉન્ટ પરથી X પર શેર કરાયેલા એક વીડિયોમાં એક યુવક હેલ્મેટ વગર બાઇક ચલાવી રહ્યો છે, જ્યારે એક યુવતી પેટ્રોલ ટાંકી પર વિરુદ્ધ દિશામાં મુખ રાખીને બેઠી છે અને તેણે છોકરાને ગળે લગાવેલો છે. બંને ટ્રાફિક વચ્ચે ખૂબ જ ઝડપે બાઇક ચલાવી રહ્યા છે, જેના કારણે માર્ગ સલામતી અંગે ચર્ચા શરૂ થઈ ગઈ છે.

આ વીડિયો સામે આવતાની સાથે જ લોકોએ નારાજગી વ્યક્ત કરી અને તેને ખતરનાક-બેજવાબદાર કૃત્ય ગણાવ્યું. ઘણા યુઝર્સે પોલીસને આ કપલ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી, જ્યારે કેટલાકે સવાલ ઉઠાવ્યા હતા કે કોઈ પણ રોક ટોક વિના ધોળા દિવસે આવા સ્ટંટ કરવામાં આવી રહ્યા છે.

આ વીડિયો @Karnataka Portfolio દ્વારા શેર કરવામાં આવ્યો હતો. સરજાપુર મેઈન રોડ પર એક ચોંકાવનારી ઘટના બની, જ્યાં એક કપલ ખૂબ જ ખતરનાક અને બેજવાબદાર રીતે બાઇક ચલાવતું જોવા મળ્યું. જ્યારે યુવક સલામતીની પરવા કર્યા વિના બાઇક ચલાવી રહ્યો હતો ત્યારે બાઇકની પેટ્રોલ ટાંકી પર બેઠેલી છોકરી તેના બોયફ્રેન્ડને ગળે લગાવતી અને ચુંબન કરતી જોવા મળી હતી. આ બંનેને ન તો પોતાના જીવનની ચિંતા હતી કે ન તો અન્ય લોકોના જીવનની.

આ વીડિયો જોઇ એક યુઝરે કટાક્ષભર્યા સ્વરમાં છોકરી પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી અને લખ્યું કે તે ફક્ત થાકી ગઈ છે. જો લોકો આટલી બધી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે, તો તેમને કાર ભેટમાં આપો. આ દિવસોમાં બેંગ્લોરમાં ખૂબ ગરમી છે. જ્યારે બીજાએ મજાકમાં કહ્યું કે કદાચ તે બીમાર છે અને છોકરો તેને હોસ્પિટલ લઈ જઈ રહ્યો છે. જો કે, મોટાભાગની ટિપ્પણીઓમાં માતા-પિતાને દોષી ઠેરવવામાં આવ્યા હતા. આ કપલ સામે તાત્કાલિક કેસ નોંધવાની માંગ કરવામાં આવી રહી છે.

Previous Article

અનુષ્કા સેને મોનોકિની પહેરી વરસાવી હુસ્નની વીજળી, તસવીરોએ વધારી ચાહકોની ગરમી

Next Article

સાસરિયામાં બનાવવાની હતી બહુ બધી રોટલીઓ તો 'પાપા કી પરી' એ અપનાવ્યો ગજબનો શોર્ટ કટ, લોકો બોલ્યા- બહુ હમારી રજનીકાંત

error: Protected Content!