એક યુવતી ફૂડ ડિલિવરી કરવા માટે પહોંચી ગઈ 30,000 કિલોમીટર દૂર, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ, જાણો અનોખી કહાની

આ એક કારણથી આ ભારતીય યુવતી 30,000 કિલોમીટર સુધી ફૂડ ડિલિવરી કરવા માટે પહોંચી ગઈ, વીડિયો જોઈને તમે પણ હેરાન રહી જશો, જુઓ

આજના સમયમાં મોટાભાગના લોકો ઓફિસ કે ઘરમાં બેઠા બેઠા ઓનલાઇન ફૂડ ઓર્ડર કરી દેતા હોય છે અને ઘણી બધી કંપનીઓ ગ્રાહકો સુધી ગરમ ગરમ ખાવાનું પણ પહોંચાડતી હોય છે. ત્યારે તમે એ પણ જોયું હશે ફૂડ ડિલિવરી એપમાં કેટલાક કિલોમીટર સુધીની રેન્જમાં જ ઓર્ડર આપવામાં આવે છે, પરંતુ શું તમે કોઈ ડિલિવરી મેનને 30,000 કિલોમીટર દૂર ઓર્ડર આપવા માટે જતા જોયો છે ? મનમાં સવાલ થાય કે આટલે બધે દૂર કોઈ કેમ ઓર્ડર કરી શકે કે કેમ ડિલિવરી આપી શકે.

પરંતુ હાલ ઇન્ટરનેટ પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક યુવતી 30,000 કિલોમીટર દૂર ફૂડ ડિલિવરી કરવા માટે પહોંચી હતી અને આ રીતે તેને એક અનોખો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવી દીધો. આ કારનામુ કરી બતાવ્યું છે ચેન્નાઇની રહેવાસી માનસા ગોપાલે. તેણે પોતાના સોશિયલ મીડિયામાં એન્ટાર્ટિકામાં ફૂડ ડિલિવરી કરવાનો એક વીડિયો પણ શેર કર્યો છે.

આ વીડિયોની અંદર તેણે જણાવ્યું છે કે ફૂડ ડિલિવરી કરવા માટે તે 4 મહાદ્વીપોને પાર કરીને સિંગાપુરથી એન્ટાર્ટિકા પહોંચી હતી. આ ડિલિવરીને દુનિયાની સૌથી લાંબી ફૂડ ડિલિવરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીતે તેણે ખાવાના પેકેટ સાથે 30,000 કિલોમીટર લાંબી સફર કરી.

 

View this post on Instagram

 

A post shared by Maanasa Gopal (@nomadonbudget)

માનસાના આ સફરની શરૂઆત સિંગાપુરથી થઇ હતી. જેના બાદ તે હેમ્બર્ગ (જર્મની) પહોંચી. ત્યાંથી તે બ્યુનસ (આર્જેન્ટિના) થઈને એન્ટાર્ટિકા પહોંચીને તેના કસ્ટમરને જમવાનું ડિલિવર કર્યું. આ વીડિયોમાં માનસા ઘણા બર્ફીલા અને કીચડ ભરેલા રસ્તાને પાર કરીને જતા જોવા મળી રહી છે. વીડિયોના કેપશનમાં લખવામાં આવ્યું છે, “મેં સિંગાપુરથી એન્ટાર્ટિકામાં એક વિશેષ ફૂડ ડિલિવરી કરી. આ અદભુત યાત્રાને લોકો સાથે શેર કરવા માટે ખુબ જ ઉત્સાહિત છું.”

 

View this post on Instagram

 

A post shared by Maanasa Gopal (@nomadonbudget)

તો માનસાએ એક બીજી પોસ્ટમાં જણાવ્યું છે કે વર્ષ 2021થી તે પોતાના એન્ટાર્ટિકા અભિયાન માટે પૈસા ભેગા કરવાનો પ્રયત્ન કરી રહી છે. ગયા મહિને ફૂડ પંડાએ મારી આ ટ્રીપને સ્પોન્સર કરી હતી. સોશિયલ મીડિયામા માનસાનો આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ તેના આ વીડિયો પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

Niraj Patel