આપણે ઘણા વિડીયો જોતાં હોઈએ છીએ કે જે જોતાં આપણને આશ્ચર્ય લાગે. અનેક ફની વિડીયો હોય અથવા તો કોઈ કરામત કરતાં હોય જેને એકવાર જોઈ વારે વારે જોવાનું માં થાય.અનેક લોકોને પ્રાણીઓ પ્રત્યે ઘણો પ્રેમ હઔય છે, ડિસ્કવરી ચેનલ
પર તમે ઘણીવાર જોયું હશે કે કોઈ પુરુષો કે સ્ત્રીઓને સાપ પકડતા હોય જે જોતાં સામાન્ય લાગે પણ હાલ સોશિયલ મીડિયા પર એક વિડીયો જોઈ અને તે નજારો જોઈને તમે ચોંકી ગયા હશો.

સમયને રીતે આપણે સાપ પકડવા વાળાને જોઈએ છીએ કે તેમની પાસે એવી ઘણી વસ્તુઓ પણ છે, જે સાપ પકડવાનું વધુ સરળ બનાવે છે. પરંતુ આજકાલ એક છોકરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે મોડેલ જેવી તૈયાર થઈને સાપને પકડવા આવી છે. તેનો લુક જોઈને કોઈ કહી શકતું નથી કે, તે સાપ પકડનાર છે. તેણે ફક્ત પોતાના હાથથી સાપને પકડીને બોટલમાં તેને પૂરી દીધો. તેના કારનામાને જોઈને આસપાસ ઊભેલા લોકોની તો આંખો પહોળી થઈ ગઈ!

વિડીયોમાં ચોંકાવનારી વાત એ છે કે આ છોકરી કે જે ખૂબ જ ગ્લેમરસ દેખાઈ રહી છે. તેને પહેલી વાર જોઈને કોઈ કહી શકતું નથી કે તે સાપ પકડવા જઈ રહી છે. તે એક બાંધકામ હેઠળના ઘરની નજીક પહોંચે છે અને પ્લાસ્ટિકનું ટબ હટાવે છે, ત્યારે તેને તેની નીચે એક સાપ દેખાય છે. તે એક જ વારમાં સાપને પકડી લે છે અને પછી તેને ત્યાંથી બહાર કાઢીને એક બોક્સમાં બંધ કરી દે છે. તે પછી તે સાપને ખેતરમાં છોડી દે છે. તેણે પોતે વીડિયોમાં કહ્યું હતું કે તે ધમણ સાપ હતો જે ઝેરી નથી.

જણાવી દઈએ કે ઇન્સ્ટાગ્રામ યુઝર સાઈબા 21 વર્ષની છે અને 20 લાખથી વધુ લોકો તેને ફૉલો કરે છે. તે પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે, અને મોડેલિંગ પણ પસંદ કરે છે. ફક્ત આ બે શોખને જોડીને, તે એક ગ્લેમરસ એનિમલ રેસ્ક્યૂઅર બની ગઈ છે. એટલે કે, તે પ્રાણીઓને સુરક્ષા પૂરી પાડતી ગ્લેમરસ સ્ટાઇલમાં તેમની સંભાળ રાખતી જોવા મળે છે. હાલ આ વીડિયોને 8 કરોડથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને હજારો લોકોએ કોમેન્ટ કરીને રિએક્શન આપ્યા છે. કેટલાક લોકોએ તેની બહાદુરીની પ્રશંસા કરી છે, તો કેટલાકે તેની સુંદરતાની પ્રશંસા કરી છે.
View this post on Instagram