કોરોનાની વેક્સિન લેતા સમયે આ છોકરીએ કરી એવી ધમાલ કે વીડિયો જોઈને તમે પણ હસી હસીને ઊંધા વળી જશો, જુઓ વાયરલ વીડિયો

સમગ્ર દેશની અંદર કોરોના વેક્સિન હવે 18 વર્ષથી ઉપરના લોકોને પણ આપવામાં આવી રહી છે. જેના કારણે ઘણા લોકો ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી અને જેમ બને તેમ જલ્દી વેક્સિન લેવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છે.

હવે જયારે 18 વર્ષથી ઉપરના લોકોને વેક્સીન આપવાની શરૂઆત થઇ છે ત્યારે આ દરમિયાન ઘણા એવા કિસ્સાઓ પણ જોવા મળશે જે હાસ્ય ઉત્પન્ન કરે કારણ કે ઘણા લોકો એવા હોય છે જેમને ઇન્જેક્શનનો ડર લાગતો હોય છે. ખાસ કરીને છોકરીઓને.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક છોકરી વેક્સિન લેતા સમયે એવી ડરી રહી છે કે તેને જોઈને કોઈને પણ હસવું આવી જાય. આ યુવતીએ એવા એવા નાટક કરે છે કે તેને જોઈને ડોક્ટરને પણ ગુસ્સો આવી જાય છે.

વાયરલ વીડિયોની અંદર જોઈ શકાય છે કે યુવતી ખુરશી ઉપર બેઠી છે અને ડોક્ટર જેવા જ તેની પાસે ઇન્જેક્શન લઈને આવે છે તો તરત તે ડોક્ટરને એક મિનિટ રાહ જોવાનું કહે છે. નર્સ તેને પકડી લે છે અને તે મમ્મી મમ્મી બૂમો પાડવા લાગે છે.

ડોક્ટર પણ તેનાથી ગુસ્સે થઇ અને તેને ચાલ્યા જવાનું કહે છે પછી તે યુવતી વેક્સિન લેવા માટે તૈયાર થઇ જાય છે અને બેસે છે પછી તેને વેક્સિન લગાવવામાં આવે છે એ દરમિયાન તે કહે છે કે હવે તો મમ્મી બોલી શકું. ડોક્ટર કહે છે કે કઈ ના બોલીશ શાંતિથી બેસી રહે. ત્યારબાદ તેને વેક્સીન લાગે છે અને ડોક્ટર ગુસ્સામાં તેને કહે છે કે ચાલી જા અહિયાંથી.

સોશિયલ મીડિયામાં હવે આ વીડિયો વેબયુ વેગે વાયરલ થઇ રહ્યો છે. આ યુવતીના નાટક જોઈને લોકો ખુબ હસી રહ્યા છે અને કોમેન્ટ પણ કરી રહ્યા છે. તમે પણ જુઓ આ વીડિયોને.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Niraj Patel