તેમ જ્યારે ઘરમાં એકદમ શાંત વાતાવરણમાં બેઠા હોઈએ અને અચાનક અજીબો ગરીબ અવાજ આવવાની શરૂઆત થાય તો..? સોશિયલ મીડિયામાં અનેક પ્રકારના વીડિયો વાયરલ થતાં રહેતા હોય છે, અને આપણે જોઈએ છે, અવનવા અને વિચિત્ર પ્રકારના પણ અનેક વીડિયો આપણને જોવા મળતા હોય છે, કે જે જોઈને આપણને અજીબ લાગે.હાલ સોશિયલ મીડિયામાં એવો જ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં વાતાવરણ વચ્ચે એક એવી ઘટના બની કે જો જોતાં જ બધાના હોશ ઉડી ગયા. યુવતીએ સામાન્ય રીતે જોવા મળતા એક ઘરની છતના છિદ્રમાં સળિયો ઘુસાડ્યો અને થોડીક પળોમાં એવું કંઈ બહાર ખેંચ્યું કે આસપાસ રહેલા લોકો ચોંકી ઉઠ્યા.

હાલમાં ઓસ્ટ્રેલિયાથી એક આવો વીડિયો સોશિયલ પ્લેટફોર્મ પર વાયરલ બન્યો છે, જેને નિહાળીને વિશ્વભરના મનુષ્યો સ્તબ્ધ રહી ગયા. આ વીડિયોમાં એક નિડર સાપ પકડનાર તિયાર્ના, તેણે એક મકાનની છત ઉપરથી બે નર કોસ્ટલ કાર્પેટ અજગરોને બહાર કાઢ્યા, જે એક માદા સર્પ માટે સંઘર્ષ કરી રહ્યા હતા. આ દૃશ્ય માત્ર ભયાનક જ ન હતું, પરંતુ કુદરતના ગુપ્ત રહસ્યોને પ્રગટ કરનારું પણ હતું.વીડિયોમાં જોઈ શકાય છે કે ઑસ્ટ્રેલિયાના ક્વીન્સલેન્ડમાં એક ઘરની છતમાંથી અજીબ અવાજો અને સિસકાર કરતા અવાજો આવી રહ્યા હતા. ઘરના માલિકે જ્યારે આ અવાજો સાંભળ્યા, તો એક સ્નેક કેચરને સંપર્ક કર્યો. છોકરીએ જ્યારે છતના એક નાના છિદ્રમાં સળિયો ઘુસાડ્યો તો બધાના હોશ ઉડી ગયા.

સ્નેક કેચરે જોયું કે, છતની અંદર બે નર અજગર, જેમની લંબાઈ લગભગ 2.5 થી 2.8 મીટર હતી, એક માદા સાપ માટે લડી રહ્યા હતા. આ ઘટના સાપોના પ્રજનન કાળ (જુલાઈ-સપ્ટેમ્બર) દરમિયાન બની, જ્યારે નર સાપ માદાની ગંધને ઓળખીને તેની પાસે પહોંચવા માટે લડી પડે છે. વીડિયોમાં સ્નેક કેચરની હિંમત સ્પષ્ટ દેખાઈ. તેણે બિન્દાસ બંને અજગરોને પકડ્યા અને તેમને સુરક્ષિત રીતે જંગલમાં છોડી દીધા. જોકે, માદા અજગરનો પત્તો ન લાગ્યો, જેના માટે આ બંને નર લડી રહ્યા હતા.સ્નેક કેચરે જણાવ્યું કે, સાપોની લડાઈ કલાકો સુધી ચાલી શકે છે અને આ દરમિયાન આવતા અવાજો ડરામણા હોઈ શકે છે. સ્નેક કેચર્સનું કહેવું છે કે, પ્રજનન કાળમાં આવી ઘટનાઓ ઑસ્ટ્રેલિયામાં સામાન્ય છે, કારણ કે સાપ ઘરોની છત અથવા વૃક્ષો પર શિકાર અથવા માદાની શોધમાં ચડી જાય છે. તેમણે લોકોને અપીલ કરી કે સાપ દેખાય તો તેને પકડવાની કોશિશ ન કરે, પરંતુ વ્યાવસાયિક સ્નેક કેચરને બોલાવે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે,અને આ છોકરીની પ્રશંસા પણ કરી રહ્યા છે.
View this post on Instagram