બર્થ-ડે પર પપ્પાએ લાડકી દીકરીને આપી સ્કૂટી, RTO માંથી એવો નંબર આવ્યો કે સ્કૂટી લઇને બહાર નથી જઈ શકાતું, શરમથી થઇ જાય છે પાણી પાણી
આપણા દેશની અંદર ઘણા લોકો એવા હોય છે જે પોતાના વાહન માટે મનગમતો નંબર ખરીદવા હજારો રૂપિયા આપે છે, તો ઘણા લોકો એવા પણ હોય છે જે આરટીઓ દ્વારા જે નંબર આપવામાં આવે તે સ્વીકારી લે છે. ઘણા લોકો જ્યોતિષમાં પણ માનતા હોય છે અને તેના કારણે ખાસ નંબર પસંદ કરે છે.

પરંતુ હાલમાં એક છોકરીને આરટીઓ દ્વારા આપવામાં આવેલા નંબરથી નહીં પરંતુ રજૂ કરવામાં આવેલી સિરીઝના કારણે મોટી મુસીબત ઉભી થઇ છે. દેશની રાજધાની દિલ્હીમાં આરટીઓ દ્વારા ટુ-વ્હીલર (સ્કૂટી)ને એવો નંબર જારી કરવામાં આવ્યો છે, જેના કારણે એક પરિવાર પરેશાન છે.

એક યુવતી તેના પિતા પાસે સ્કૂટી માટે ઘણા સમયથી આજીજી કરી રહી હતી. એક વર્ષ પછી, તેની ઇચ્છા પૂર્ણ થઈ. પપ્પાએ દીકરીને સ્કૂટી ભેટમાં આપી. પરંતુ તે હવે સ્કૂટી લઈને બહાર જવા માંગતી નથી. કારણ કે સ્કૂટી ઉપર રહેલી નંબર પ્લેટ જોઈને તેને શરમનો સામનો કરવો પડી રહ્યો છે. આરટીઓમાંથી ફાળવવામાં આવેલી નંબર પ્લેટ ઉપર વિચિત્ર નંબર છે.
હકીકતમાં DL3C અને DL3S શ્રેણીના વાહનોના નંબર દક્ષિણ દિલ્હી RTO દ્વારા જારી કરવામાં આવે છે. આ ભાગમાં ગયા મહિને DL 3 S.%.X શ્રેણીના નવા નંબરો ફાળવવામાં આવ્યા છે. પરંતુ હવે આ શ્રેણી વાહન ખરીદનારાઓ માટે મુશ્કેલી બની રહી છે. કારણ કે આ શ્રેણી હેઠળ જે મૂળાક્ષરો આપવામાં આવી રહ્યા છે તે વિચિત્ર છે. શ્રેણીના આલ્ફાબેટ DL 3 ‘S.%.X’…. શબ્દો બની રહ્યા છે. તેણીના ભાઈને જરાં પણ અંદાજ નહોતો કે આ ‘સે**સ S.%.X ત્રણ શબ્દો તેના પરિવાર માટે માથાનો દુખાવો બની જશે.
જેવી જ છોકરી સ્કૂટી લઈને બહાર નીકળે છે, તેવું જ તેનો મજાક બનવાનો શરૂ થઇ જાય છે, હવે યુવતીનો પરિવાર તેમની સ્કૂટીનો નંબર બદલવા માંગે છે. પરંતુ પ્રશ્ન એ છે કે શું આ શક્ય છે? જવાબ જાણવા માટે મીડિયા દ્વારા દિલ્હી ટ્રાન્સપોર્ટ કમિશ્નર કે.કે.દહિયા સાથે વાત કરી, તેમણે કહ્યું, “એકવાર વાહનનો નંબર ફાળવ્યા પછી તેને બદલવાની કોઈ જોગવાઈ નથી, કારણ કે આખી પ્રક્રિયા સેટ પેટર્ન પર ચાલી રહી છે.”

તો હજુ આ એક બનાવનો વીડિયો પણ ખુબ વાયરલ થયો છે આ વીડિયો કોઈ કોમેડીનો નથી, પરંતુ એક શો રૂમમાંથી નવી ગાડી છોડવવા દરમિયાનનો છે.જેમાં નવી ગાડીને શો રૂમમાંથી બહાર કાઢતી વખતે જ ડ્રાઈવર તેને સીધા જ દીવાલની અંદર ઠોકી દે છે.સોશિયલ મીડિયામાં આ વીડિયોને ધ કપિલ શર્મા શોના કોમેડિયન સુનિલ ગ્રોવર દ્વારા શેર કરવામાં આવ્યો છે.

આ વીડિયો ખુબ જ વાયરલ પણ થઇ રહ્યો છે.સુનિલ ગ્રોવર દ્વારા પોસ્ટ કરવામાં આવેલા આ વીડિયો ઉપર 13 લાખથી પણ વધારે લાઈક આવી ચુકી છે. જેમાં સુનિલ ગ્રોવરે કેપશન આપ્યું છે. “નવી કાર, શો રુમમાંથી સીધી જ સર્વિસ સ્ટેશનમાં”
View this post on Instagram
આજે અમે તમને એવો વીડિયો બતાવ્યો જે જોઈને તમે પણ હસવા લાગ્યા હસો,શો રૂમમાંથી નીકળી નવી નકોર ગાડીને સીધી દીવાલમાં જ ઠોકી દીધી, હવે સીધી ગેરેજમાં, જુઓ વાયરલ વીડિયો સોશિયલ મીડિયાની અંદર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે ઘણા વીડિયો જોઈને આપણે હસવું પણ નથી રોકી શકતા