નદીમાં તરતા તરતા કિનારે આવ્યું બોક્સ, યુવકે ખોલ્યુ બોક્સ અને પછી જોયુ તો હેરાન રહી ગયો

તમે એક કહેવત તો સાંભળી હશે કે ‘જાકો રાખે સાઇયાં માર શકે ના કોઇ’. આ કહેવત વધુુ એક વખત સાચી સાબિત થઇ ગઇ છે. કારણ કે ગાજીપુરમાં ગંગામાં વહેતુ એક બંધ બોક્સ મળ્યુ. બોક્સને જયારે લોકોએ ખોલ્યુ તો બધાની આંખો ફાટી ગઇ કારણ કે તેમાંથી નવજાત બાળકી મળી, જેના શ્વાસ ચાલી રહ્યા હતા. ગંગામાં વહેતુ નવજાત બાળક બંધ બોક્સમાં દેવી દેવતાઓ સાથે મળ્યુ.

ઉત્તર પ્રદેશના ગાજીપુરમાં આ કિસ્સો ચર્ચાનો વિષય બનેલો છે. ગંગા નદીના કિનારે દદરીઘાટ નિવાસી ગુલ્લૂ ચૌધરી મલ્લાહને ગંગામાં વહેતા એક બોક્સમાં મળ્યુ, જયારે તે બોક્સ ખોલીને જોવામાં આવ્યુ તો તેમાં એક સુંદર નવજાત બાળકી રડી રહી હતી. જે ચુંદડીમાં લપેટાયેલી હતી અને તે બોક્સમાં બધી બાજુ દેવી દેવતાઓની તસવીર લાગેલી હતી.

ગુલ્લૂ ચૌધરી તેને ઘરે લઇ ગયો અને આ દરમિયાન કેટલાક લોકોએ તેમના મોબાઇલમાં બાળકીની તસવીરો લઇ લીધી અને તે બાદ સૂચના મળતા જ પોલિસ ગુલ્લૂના ઘરે પહોંચી અને નવજાત બાળકીને કોતવાલી લઇ આવી.

જો કે, આ દરમિયાન ગુલ્લૂ ચૌધરી અને તેનો પરિવાર નવજાત બાળકીને ગંગાની અમાનત સમજી પાલન કરવાની જિદ કરી રહ્યો હતો. આ બાળકી જે બોક્સમાંથી મળી આવી હતી, તેમાં તેની જન્મકુંડલી પણ હતી. તેમાં જન્મની તારીખ 25 મે છે. તેની ઉંમર લગભગ 3 સપ્તાહની છે.

Shah Jina