નોકરની આ આદત પર ફિદા થઇ ગઇ માલકિન, પોતે પ્રપોઝ કરી કર્યા લગ્ન- જાણો લવ સ્ટોરી

અરરર શું કળયુગ આવ્યો રે, પિતાએ ઘરમાં રાખ્યો નોકર, દીકરી તેને જ આપી બેસી દિલ, કર્યા લગ્ન, વીડિયો

ભારતના પાડોશી મુલ્ક પાકિસ્તાનથી અવાર નવાર અજીબોગરીબ મામલાઓ સામે આવતા રહે છે. આ દિવસોમાં પાકિસ્તાનની એક પ્રેમ કહાની દુનિયાભરમાં મિસાલ કાયમ કરી રહી છે. જેના વિશે હાલ ચર્ચાઓ થઇ રહી છે. પાકિસ્તાનમાં ઇસાઇ સમુદાયથી આવનાર એક પરિવારે તેમની દીકરીના લગ્ન ઘરના નોકર સાથે કરાવ્યા. એવું કહેવામાં આવી રહ્યુ છે કે આ લવ મેરેજ છે. જેમાં માલકિન તેના જ ઘરના નોકરને પોતાનું દિલ આપી બેઠી અને પછી પરિવારને મનાવ્યા બાદ તેમણે લગ્ન કરી લીધા. હાલ એક વીડિયો પણ આ કપલનો વાયરલ થઇ રહ્યો છે.

માલકિન એની નોકર ઇશાયાને દિલ આપી બેસી. માલકિન એનીએ જ ઇશાયાને ખાવાનું બનાવતા પ્રપોઝ કર્યુ હતુ. એની પાકિસ્તાનમાં DHA ડિફેન્સ હાઉસિંગ ઓથોરિટીમાં રહે છે. એક યૂટયૂબ વીડિયોમાં એનીએ કહ્યુ કે, તેના ઘરમાં સંબંધની વાત ચાલી રહી હતી. પરંતુ જેની સાથે લગ્નની વાત ચાલી રહી હતી તે છોકરો લોભી લાગતો હતો. છોકરો તેમની મિલકત પડાવી લેવા માંગતો હતો. એનીએ છોકરા વિશે તેના માતા-પિતાને સમજાવ્યું. એનીએ કહ્યું કે તે એવા છોકરા સાથે લગ્ન કરવા માંગે છે જે તેને પ્રેમ કરે છે.

તે પોતાની જીંદગી કોઈ એવી વ્યક્તિ સાથે વિતાવવા માંગતી નથી જે પૈસાના પ્રેમમાં હોય. આ વાત એનીના મા-બાપ સમજી ગયા. એનીએ કહ્યું કે ઈશાયાને તેના પિતાએ ઘરમાં નોકર તરીકે રાખ્યો હતો. ધીમે ધીમે ઈશાયા સાથે તેની વાતચીત શરૂ થઈ અને જ્યારે તે રવિવારે રસોઈ બનાવતી ત્યારે ઈશાયા તેની મદદ કરતો. ઈશાયાને એનીએ પ્રપોઝ કર્યુ હતુ અને તેણે કહ્યુ હતુ કે, તે તેને પસંદ કરે છે. પ્રસ્તાવ વિશે સાંભળીને ઇસાયાને આઘાત લાગ્યો. ઇસાયાએ એનીને કહ્યુ કે, તે ઘરમાં નોકર છે. તે વિચારીને જવાબ આપશે.

બે દિવસ પછી, ઇસાયાએ એનીને હા પાડી. શરૂઆતમાં એનીને ડર હતો કે ઈશાયા વિશે માતા-પિતાને કેવી રીતે કહેવું ? પરંતુ તેણે પરિવારને કહ્યું કે તે ઈશાયાને પસંદ કરે છે. એની વાત સાંભળીને એના પિતા સંમત થયા. પિતાએ નિશ્ચિતપણે એનીને કહ્યું કે તેઓ આ વિશે સંબંધીઓ સાથે પણ વાત કરશે. એનીના પિતાએ કહ્યું કે તે પ્રોપર્ટી જોતા નથી, જો તમે ખુશ છો તો બધું સારું છે. જ્યારે ઇસાયાને ખબર પડી કે એનીના પિતા સંમત થયા છે,

ત્યારે તે પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયો. બંનેના લગ્ન ક્રિશ્ચિયન રિવાજ મુજબ થયા હતા. ઈશાયા સાથેના ઈન્ટરવ્યુ દરમિયાન, એનીએ ‘તુમ જો આયે જિંદગી મેં બાત બન ગયી…’ ગીત તેને સમર્પિત કર્યું હતુ. ઈશાયાએ કહ્યું કે પૈસાથી પ્રેમ ન હોવો જોઈએ, ઘણા લોકો ગરીબોને જોઈને કહે છે કે તે અમારા ચંપલને લાયક નથી. તેણે એનીના પિતાના ખૂબ વખાણ કર્યા. કહ્યું- એનીના પિતા આવા નથી.

Shah Jina