જાળીદાર ટોપ પહેરીને મેટ્રોમાં ચઢી યુવતી અને પછી કરવા લાગી એવો ડાન્સ કે પાછળ ઉભેલા કાકા રહી ગયા હક્કાબક્કા, જુઓ વીડિયો

મેટ્રોની અંદર ઉભી રહીને કમર મટકાવી રહેલી આ છોકરીને જોઈને તો કાકાની આંખો થઇ ગઈ ચાર, વાયરલ થયો વીડિયો

Girl Dancing In Crowded Delhi Metro : સોશિયલ મીડિયામાં મેટ્રોના ઘણા બધા વીડિયો રોજ વાયરલ થતા હોય છે, જેમાં મેટ્રોમાં થતી ઘણી એવી એવી ઘટનાઓ જોવા મળે છે જેને જોઈને કોઈના પણ હોશ ઉડી જાય, આજના ઘણા યુવાનિયાઓ મેટ્રોને વીડિયો બનાવવાનું હબ બનાવી દીધું છે અને કેટલાક છોકરા છોકરીઓ તો શરમને નેવે મૂકીને એવો વીડિયો બનાવે છે કે કોઈને પણ શરમ આવી જાય.

ત્યારે હાલમાં એક છોકરીનો ડાન્સ વીડિયો ફરીથી સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે, જેમાં એક છોકરી મેટ્રો કોચમાં બપ્પી લાહિરી અને નેહા ભસીનના ‘અસલામ-એ-ઈશ્કુમ’ ગીત પર ડાન્સ કરતી જોવા મળે છે. જો કે, આ વીડિયો 21 મેના રોજ ‘પરી શર્મા’ નામના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી પોસ્ટ કરવામાં આવ્યો હતો.

24 સેકન્ડના આ વીડિયોમાં જોઈ શકાય છે કે દિલ્હી મેટ્રોના કોચમાં એક છોકરી ડાન્સ કરી રહી છે. કોચ મુસાફરોથી ભરેલો છે. પરંતુ યુવતી પોતાની ધૂનમાં મગ્ન નાચતી જોવા મળે છે. મુસાફરો પણ તેને અચાનક આ રીતે ડાન્સ કરતા જોઈને સમજી નથી શકતા કે આખરે થઇ શું રહ્યું છે ? યુવતી મસ્ત બનીને તેના ડાન્સ સ્ટેપ કરતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Angel (@pari_sharma2319)

ત્યારે જ પાછળ ઉભેલા એક કાકા પણ મૂંઝાઈ જાય છે અને યુવતીને ડાન્સ કરતી જોઈને હક્કાબક્કા રહી જાય છે. ત્યારે આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને વીડિયોને જોઈને લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 40 હજારથી વધુ લોકો લાઈક કરી ચુક્યા છે.

Niraj Patel