ગુજરાતીઓ માટે ભયાનક સમાચાર: અહીંયા પેટ્રોલ 100 ને પાર- જલ્દી વાંચો

પેટ્રોલ ડીઝલના સતત વધી રહેલા ભાવ સામાન્ય લોકો માટે માથાનો દુઃખાવો બની ગયો છે, હવે તો એવો વખત આવી ગયો છે કે સાયકલ લઈને નીકળવું પડે. ગુજરાતમાં અત્યાર સુધી પેટ્રોલ 100 રૂપિયાની નીચે હતું પરંતુ હવે ગુજરાતે પણ પેટ્રોલમાં સેન્ચ્યુરી પુરી કરી લીધી છે અને આંકડો 100ની ઉપર પહોંચી ગયો છે.

ગુજરાતના ગીર સોમનાથમાં પેટ્રોલના ભાવ 100 ઉપર પહોંચ્યા બાદ હવે ભાવનગરમાં પણ પેટ્રોલ 100 રૂપિયા ઉપર પહોંચી ગયું છે. ભાવનગરમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર 100.22 પૈસા થઈ ગયો છે જ્યારે ડીઝલનો ભાવ 98.38 રૂપિયા પ્રતિ લીટર ઉપર પહોંચી ગયો છે. જયારે પાવર પેટ્રોલ 103 રૂપિયા સુધી પહોંચી ગયું છે.

ઉલ્લેખનીય છે કે પેટ્રોલ ડીઝલના સતત વધી રહેલા ભાવના કારણે સામાન્ય માણસ પણ ચિંતામાં મુકાઈ ગયા છે. હવે લોકો જરૂરિયાત પ્રમાણે જ પેટ્રોલ અને ડીઝલ પુરાવી રહ્યા છે. આ સાથે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થવાના કારણે જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ મોંઘી થતી જોવા મળી રહી છે.

Niraj Patel