ક્યારેક અમદાવાદની પોળમાં રહીને જીવન વિતાવતા ગૌતમ અદાણી જીવે છે આજે આલીશાન લાઈફ સ્ટાઇલ, લક્ઝુરિયસ કાર, મહેલ જેવું ઘર અને પ્રાઇવેટ જેટ જેવી અઢળક સુવિધાઓ…

એક જમાનામાં સાઇકલ લઈને ફરતા ગૌતમ અદાણી, હાલનું ઘર જોઈને કહેશો કે “સ્વર્ગથી પણ વધુ સુંદર છે” જુઓ ફોટા

ગૌતમ અદાણી આજે ભારતનું જ નહિ દુનિયાનું એક મોટું નામ બની ગયા છે. થોડા સમય પહેલા જ તે વિશ્વના ધનકુબરોની યાદીમાં 2જા નંબર પર હતા, પરંતુ શેર બજારમાં આવેલા ભારે નુકશાનના કારણે તેમનું સ્થાન ઘણું પાછળ ચાલ્યું ગયું. પરંતુ ગૌતમ અદાણીએ આ બધું પોતાની મહેનતથી ભેગું કર્યું છે. તેમનું જીવન પણ ઘણું સંઘર્ષપૂર્ણ રહ્યું છે.

ઉદ્યોગપતિ ગૌતમ અદાણીનો જન્મ 24 જૂન 1962ના રોજ અમદાવાદના એક સાધારણ પરિવારમાં થયો હતો. તે સમયે તે પોતાના પરિવાર સાથે એક ચોલમાં રહેતા હતા. મીડિયા રિપોર્ટ અનુસાર 18 વર્ષની ઉંમરે પોતાનો અભ્યાસ અધૂરો છોડીને ગૌતમ અદાણી માત્ર 100 રૂપિયા લઈને મુંબઈ આવ્યા હતા. અહીં તેમણે હિન્દ્રા બ્રધર્સમાં ત્રણસો રૂપિયાના પગારથી કામ કરવાનું શરૂ કર્યું. 20 વર્ષની ઉંમરે અદાણીએ ડાયમંડ બ્રોકરેજ આઉટલેટ ખોલ્યું. તેમની કંપનીએ પહેલા જ વર્ષમાં લાખોનું ટર્નઓવર કર્યું હતું. જે બાદ અદાણીની કિસ્મત બદલાઈ ગઈ.

ગાંધીનગર હાઈવે નજીક સરખેજમાં અદાણીનો કરોડોની કિંમતનો બંગલો છે. આ સિવાય એક સમયે ચૌલમાં રહેતા અદાણી પાસે દિલ્હીના અલ્ટ્રા પોશ વિસ્તાર લ્યુટિયન્સમાં 400 કરોડ રૂપિયાનો આલીશાન બંગલો છે. આ બંગલો 3.4 એકરમાં ફેલાયેલો છે, જેમાં સાત બેડરૂમ, 6 ડાઇનિંગ રૂમ, એક સ્ટડી રૂમ અને 7000 ચોરસ ફૂટ સ્ટાફ ક્વાર્ટર છે. તેમની પાસે વિશ્વભરમાં ઘણી રિયલ એસ્ટેટ પ્રોપર્ટી છે.

એશિયાના સૌથી ધનિક વ્યક્તિમાંથી એક એવા ગૌતમ અદાણીનું કાર કલેક્શન પણ ઘણું મોટું અને લક્ઝરી છે. તેમની પાસે વિશ્વની સૌથી મોંઘી અને બ્રાન્ડેડ કાર છે. તેમના ગેરેજમાં BMW શ્રેણીથી લઈને મર્સિડીઝ, ફેરારી અને લિમોઝીન વગેરે વાહનો છે. માત્ર કાર જ નહીં, અદાણી પાસે પ્રાઈવેટ જેટ અને હેલિકોપ્ટર પણ છે. તેમણે વર્ષ 2005માં બીકક્રાફ્ટ જેટ અને વર્ષ 2008માં એક હોકર જેટ ખરીદ્યું હતું. અદાણી પાસે ત્રણ હેલિકોપ્ટર પણ છે. ત્રણ બોમ્બાર્ડિયર્સ પણ છે.

ગૌતમ અદાણીની કમાણી વિશે વાત કરીએ તો તેમના ઘણા અલગ-અલગ બિઝનેસ છે. અદાણીનું પોતાનું બંદર છે, આ સિવાય તે મેટલ, ટેક્સટાઇલ વગેરે જેવા ઘણા ક્ષેત્રોમાંથી કમાણી કરે છે. અદાણી એક મહિનામાં 15000 કરોડ રૂપિયાથી વધુ કમાય છે અને વાર્ષિક 180000 કરોડ રૂપિયા કમાય છે.

Niraj Patel