ખબર

આંધ્રપ્રદેશના ગેસ કાંડમાં થયો મોટો ચોંકાવનારો ખુલાસો

આંધપ્રદેશના વિશાખાપટ્ટનમ્ પાસે આવેલ ગોપાલપટ્ટનમ્ ખાતે આવેલ પોલિમર બનાવતી ફેક્ટરીમાંથી ભાંગતી રાતે ઝેરી ગેસનું લીકેજ શરૂ થયું એ ઘટનાએ હવે ખતરનાક રૂપ લીધું છે. રાતેઆશરે 2:30 વાગ્યે ગેસ લીકેજ શરૂ થયું એ પછી અત્યાર સુધીમાં 10 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યા છે.

Image source

એક સિનિયર અધિકારીઓને ખબર પડી કે ગેસ માટે વાલ્વ નિયંત્રણને બરાબર બંધ ક્રયોના હોય જેના કારણે ફાટી ગયો. આથી લીકેજ થઇ ગયો. તેની સાથે જ ફેકટરીની આસપાસના વિસ્તારોમાં સ્થાનિક ગ્રામીણોને ફેકટરીનું કોઇ સાયરન સંભાળ્યું નહોતું. તેના લીધે વધુ લોકો ઝપટમાં આવ્યા.

Image source

એલજી કેમ એ કહ્યું છે કે ગેસ રિસાવની સ્થિતિ હવે નિયંત્રણમાં છે અને પીડિતોને તરત જ સારવાર આપવામાં આવી છે. કંપનીએ કહ્યું કે હાલ તપાસ ચાલી રહી છે કે કંઇ રીતે ગેસ લીકેજ થયો હતો.

જે લોકો આ ગેસની ઝપટમાં આવે છે તેની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ ખરાબ રીતે પ્રભાવિત થઈ શકે છે. સાંભળવાની કેપિસિટી ઘણી ખતમ થઈ શકે છે અને મગજનું સંતુલન ખતમ થઈ શકે છે. બહારના વાતાવરણમાં આવ્યા બાદ સ્ટીરીન ઓક્સિજનની સાથે સરળતાથી ભળી થઈ જાય છે. જેણે લીધે હવામાં કાર્બન મોનોઓક્સાઈડની માત્રા વધવા લાગે છે. તેના સંપર્કમાં આવ્યા બાદ લોકોના ફેંફસાં પર ખરાબ અસર પડે છે અને તેમને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. કેટલાક ડોકટર્સે કહ્યું કે, સ્ટીરીન ન્યૂરો-ટોક્સિન ગેસ છે, જેના સંપર્કમાં આવ્યા બાદ શ્વાસ લેવામાં મુશ્કેલી પડે છે. તેનાથી 10 મિનિટની અંદર પ્રભાવિત વ્યક્તિનું મોત થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે વિશાખાપટ્ટનમમાં જે જગ્યાએ ગેસ લીક થયો, તેના 3 KM ના એરિયામાં હાહાકાર મચી ગયો હતો. રુવાડા ઉભા કરી દે એવા દ્રશ્યજો સર્જાયા…રસ્તા પર લોકો બેભાન પડેલા મળ્યા. કેટલાય લોકોને શ્વાસ લેવામાં મુશ્કેલી પડી રહી હતી તો કેટલાકના શરીર પર ચકામા પડ્યા અને આંખમાં બળતરાની ફરિયાદ કરી રહ્યા હતા.

વધુમાં જાણવા મળ્યું કે આ પ્લાન્ટ વિશાખાપટ્ટનમ સિટીની બહારના એરિયામાં આવેલો છે, જ્યાંથી ગેસ લીક થયો. એક સ્થાનિક પોલીસે માહિતી આપતા કહ્યું કે પ્લાન્ટમાં બનેલી 5-5 હજાર ટનની 2 ટેન્કોમાંથી ગેસ લીક થયો. માર્ચમાં લોકડાઉન લાગુ કરાયા બાદથી જ તે ટેન્કોની દેખરેખ કરવા માટે ત્યાં કોઈ હાજર નહોતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘટના પર પ્રતિક્રયા આપતાં કહ્યું કે, વિશાખાપટ્ટનમના એમએચએ અને એનડીએમએના અધિકારીઓ સાથે વાત કરી સતત નજર રાખવામાં આવી રહી છે. વિશાખાપટ્ટનમમાં તમામની સુરક્ષા એન કલ્યાણ માટે પ્રાર્થના કરું છું.

પરમ કૃપાળુ પરમાત્મા એમના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના.ૐ શાંતિ..શાંતિ..શાંતિ..:pray: