જાણવા જેવું

લસણના ફોતરાને ભૂલથી પણ ન સમજો બેકાર, થશે આ સમસ્યાઓ દૂર

લસણના ફોતરાને ભૂલથી પણ ફેંકતા નહિ….જાદુઈ ફાયદા વાંચીને જીવન બદલાઈ જશે

શાકભાજી બનાવવા માટે ઘણા લોકો લસણનો ઉપયોગ કરે છે. તેના પોષક અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણધર્મોને લીધે, રોગપ્રતિકારક શક્તિ રોગોથી રક્ષણ આપે છે. ફિટ અને બરાબર રહેવા માટે, નિષ્ણાતો ખાસ કરીને દરરોજ 3-4 લસણની કળીઓ ખાવાની સલાહ આપે છે.

Image source

તમને જણાવી દઇએ કે, દરેક વ્યક્તિ લસણની છાલ એટલે કે તેના ઉપરના ફોતરા કાઢી નાખે છે અને તેના છાલને નકામી સમજીને ફેંકી દે છે. પરંતુ હકીકતમાં, લસણની જેમ, તેના ફોંતરા પણ ખૂબ અસરકારક છે.

તો, ચાલો જાણીએ કે, લસણના ફોતરાથી શું ફાયદો મળશે અને કઇ સમસ્યાઓ દૂર થશે.

Image source

સૂપ કે સ્ટોક બનાવતા સમયે વધુ પોષણ માટે તમે તેનો ઉપયોગ કરી શકો છો. આ સાથે જ સૂપનો વધુુ સ્વાદ આવે છે. બાદમાં તેને બહાર નીકાળી દો. જો તમને શરીરમાં ખંજવાળ પરેશાન કરે છે, તો લસણના એન્ટી ફંગલ લુણ તેને એથલીટ ફુટ સહિત ખંજવાળ વાળી સમ્સ્યાથી રાહત અપાવવામાં મદદ કરે છે. રાહત માટે શરીર પર લસણનું પાણી લગાવો.

Image source

વાળ માટે લસણના ફોતરા ફાયદાકારક છે. તેને પાણીમાં ઉકાળીને વાળમાં લગાવવામાં આવે તો, વાળની સમસ્યાઓ દૂર થાય છે. શરદી અને ખાંસીની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તેને પાણીમાં ઉકાળી અને તે પાણીનું સેવન કરો. તમને તેના ઉપયોગથી જલ્દી રાહત મળશે.

જો તમે મસલ્સના દુખાવાથી પરેશાન થઇ રહ્યા છો તો લસણના ફોતરાને બરાબર ધોઇ 10-20 મિનિટ સુધી ઉકાળો, મસલ્સના દુખાવાને દૂર કરવા માટે તેને બહાર નીકાળી ચાની જેમ પીઓ.

કેટલાક લોકો પગના સોજાને કારણે ઘણા પરેશાન રહેતા હોય છે. એવા લોકો માટે લસણના ફોતરા એ કારગર સાબિત થઇ શકે છે. લસણના ફોતરાને પાણીમાં ઉકાળી પગમાં થોડીવાર તેને રાખશો તો તમને રાહત મળશે.